ધોનીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું કે આ ખેલાડીને બનાવીશું CSK ટીમનો કેપ્ટન…
આઇપીએલ 2021નું આયોજન કોરોનાના કારણે બે તબક્કામાં કરવામાં આવ્યું હતું, હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખતા આ વર્ષે આઇપીએલ રાબેતા મુજબ રમાશે તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલોર ખાતે ભવ્ય મેગા ઓક્શનનું આયોજન પણ થવાનું છે. આ વર્ષે અમદાવાદ અને લખનઉ બંને નવી ટીમો ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લેશે.
ચેન્નઇ સુપરકિંગ્સની વાત કરીએ તો આ ટીમે ટોટલ ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા, પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર ખેલાડી મોઇન અલી અને ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને ચેન્નઇ સુપરકિંગ્સે મેગા ઓક્શન પહેલા જાળવી રાખ્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાંથી કરવામાં આવશે.
આઈપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સની ટીમને સૌથી વધારે સફળ ટીમ માનવામાં આવે છે. આ ઉપરાંત મહેન્દ્રસિંહ ધોનીએ ઘણા લાંબા સમયથી તેની કમાન સંભાળી હતી. તેની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઇ સુપરકિંગ્સે ટોટલ 4 ખિતાબો પોતાના નામે કર્યા છે. પરંતુ હવે ધોની દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનારી સિઝનમાં આ ઘાતક ખેલાડી ચેન્નઇ સુપર કિંગ્સની કેપ્ટનશીપ સંભાળશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટનશિપ છોડ્યા બાદ ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજા આ ટીમની કમાન સંભાળી શકે છે. જાડેજા બેટિંગ, બોલિંગ ઉપરાંત ફિલ્ડિંગમાં પણ નિશ્ચિત માનવામાં આવે છે. આ ઉપરાંત તે ઘણા લાંબા સમયથી મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વ હેઠળ ચેન્નઇ સુપરકિંગ્સ ટીમમાં રમી રહ્યો છે.
રવિન્દ્ર જાડેજા તાજેતરમાં સૌથી ખતરનાક ઓલરાઉન્ડર ખેલાડી માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી તે ભારતીય ટીમમાં જોવા મળ્યો નથી. કારણકે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તે રમવા માટે ફીટ નથી. આવી સ્થિતિમાં આઇપીએલમાં તે ખતરનાક ફોર્મ સાથે વાપસી કરતો જોવા મળી શકે છે.
ચેન્નઇ સુપરકિંગ્સમાં જોડાયાના દસ વર્ષ પૂર્ણ થયા બાદ રવિન્દ્ર જાડેજાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આગામી 10 વર્ષ સુધી તે સુપરકિંગ્સ તરફથી રમી શકે છે. આવી સ્થિતિમાં મહેન્દ્રસિંહ ધોની દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સિઝનમાં તેને આ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે.