ધોનીએ મારી જીતની સિક્સર, CSK પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની… – જુઓ વીડિયો

આઇપીએલ 2021માં ગઈકાલે એટલે કે ગુરૂવારના રોજ ચેન્નઇ સુપરકિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ચેન્નઇ સુપરકિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને છ વિકેટે માત આપી ન માત્ર મેચને પોતાના કબજામાં કરી પરંતુ CSK પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

આઇપીએલ 2020માં CSK નું પ્રદર્શન સાધારણ જોવા મળ્યું હતું. તે પ્લેઓફ માંથી બહાર થનારી પહેલી ટીમ બની ગઈ હતી. પરંતુ CSK એ આ વર્ષે જબરદસ્ત વાપસી કરી છે. આઇપીએલ 2021માં પ્લેઓફ માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ટીમ બની ગઈ છે.

મેચ ની વાત કરીએ તો ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે માત્ર 134 રન બનાવ્યા હતા. રનનો પીછો કરી રહેલી ચેન્નઈ સુપરકિંગ્સ એક સમયે મજબૂત સ્થિતિમાં છે. પરંતુ 15માં કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો હતો.

15 મી ઓવર કેપ્ટન વિલિયમ્સને ટીમના સ્ટાર ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને આપી હતી. તેણે આ ઓવરમાં CSK ની બે વિકેટ ઝડપી હૈદરાબાદને મેચમાં વાપસી કરાવી હતી. પરંતુ ટાર્ગેટ ઓછો હોવાને કારણે મેચ CSK એ 19.4 ઓવરમાં જીતી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ધોનીએ 96 મીટર લાંબી સિક્સ મારી ન માત્ર મેચને પોતાના કબજામાં કરી પરંતુ CSK પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ જીતની સાથે CSK ફરી એકવાર 18 પોઈન્ટ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઇ છે.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *