ધોની અને BCCIએ બરબાદ કર્યું મારું કરિયર, આ પૂર્વ ક્રિકેટરનો ધડાકો…

દરેક ખેલાડીઓને ભારતીય ટીમમાં રમવાનું સપનું હોય છે. ભારતીય ટીમમાં સ્થાન મળ્યા પછી પણ તેને જાળવી રાખવું ખૂબ મુશ્કેલ હોય છે. ઘણા ભારતીય ખેલાડીઓને આઇપીએલ અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી દર વર્ષે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવે છે. આ ઉપરાંત ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહારનો રસ્તો બતાવવામાં આવે છે.

આગામી વર્લ્ડકપને ઘ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં ઘણા ખેલાડીઓએ ફેરબદલી કરવામાં આવી રહી છે. દરેક ખેલાડીઓ પોતાની ઉંમર વધવાની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરતા હોય છે. આ વર્ષે અશોક ડીંડા, નમન ઓઝા, વિનય કુમાર, યુસુફ પઠાણ અને હરભજન સિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી છે.

હાલમાં 31 વર્ષીય ભૂતપૂર્વ ખેલાડી હરભજનસિંહે ડિસેમ્બરમાં તમામ પ્રકારની સ્પર્ધાત્મક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ મહાન સ્પિનરે ભારતીય ટીમને તેની 23 વર્ષની કારકિર્દીમાં ઘણું બધું આપ્યું છે. હરભજનસિંહ ભારતીય માટે એક દિગ્ગજ સ્પિનર તરીકે જાણીતો હતો અને તેની ગુગલીથી કોઇ પણ બેટ્સમેન આઉટ થઇ જતો હતો.

હરભજનસિંહે નિવૃત્તિ લીધા બાદ બીસીસીઆઇના કેટલાક અધિકારીઓ વિશે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે નસીબ હંમેશા મારી તરફેણ કરે છે. માત્ર કેટલાક પરિબળો મારી તરફેણમાં ન હોવાને કારણે મારી કારકિર્દી બરબાદ થઇ છે. અત્યાર સુધીમાં હરભજનસિંહે 400 વિકેટ લીધી હતી. પરંતુ હજી ચાર પાંચ વર્ષ રહ્યો હોત તો કદાચ 100 વિકેટ લઇ શક્યો હોત.

હરભજન સિંહે મહેન્દ્રસિંહ ધોની વિશે કહ્યું કે મારી શ્રેષ્ઠ કારકિર્દીના સમયે ભારતનો કેપ્ટન ધોની હતો. ધોનીએ પણ બીસીસીઆઇના અધિકારીઓને સમર્થન આપ્યું હતું. પરંતુ બાદમાં તેણે કહ્યું હતું કે કેપ્ટન કે કોઇ પણ ખેલાડી બીસીસીઆઇથી ઉપર નથી. આવી સ્થિતિમાં હરભજનસિંહ ભારતીય જર્સી પહેરીને નિવૃત્તિ લઇ શક્યો નહીં.

હરભજનસિંહે વધુમાં જણાવ્યું કે તમામ ખેલાડીઓનું સપનું હોય છે કે જ્યારે તેઓ નિવૃત્ત થાય ત્યારે ભારતીય જર્સી પહેરે. પરંતુ આ તમામ ખેલાડીઓના નસીબમાં હોતું નથી. ઉદાહરણ તરીકે રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને વીરેન્દ્ર સેહવાગને પણ જર્સી પહેર્યા વગર જ નિવૃત્તિ લેવી પડી હતી. હરભજનસિંહે કહ્યું કે હું મારા જીવન પર એક ફિલ્મ અથવા તો વેબ સિરીઝ બનાવવા માગું છું જેથી લોકો મારી વાત જાણી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *