સદી મારવા છતાં કોહલીએ રાહુલને નહીં પરંતુ આ ખેલાડીઓને આપ્યો જીતનો શ્રેય…

ભારતે ત્રણ મેચ ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાને 130 રનથી હરાવીને સિરીઝમાં 0-1 ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમે આ સિરીઝ પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. સેન્ચુરિયનના મેદાન પર પહેલી વખત સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો છે.

ભારતીય ટીમ સાઉથ આફ્રિકાને સેન્ચુરિયનના મેદાન પર હરાવનારી પ્રથમ એશિયન ટીમ બની ગઇ છે. આ ટેસ્ટ મેચ ની વાત કરવામાં આવે તો ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતના ઓપનિંગ બેટ્સમેનોએ જબરદસ્ત શરૂઆત આપી હતી. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ વચ્ચે 117 ની જબરદસ્ત પાર્ટનરશીપ થઇ હતી. જેના દમ પર ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 327 રન બનાવ્યા હતા.

રનનો પીછો કરવા માટે ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 197 રન બનાવી શકી હતી. પહેલી ઇનિંગના અંતે ભારતીય ટીમ પાસે 130 રનની લીડ હતી. ભારતીય ટીમે બીજી ઇનિંગમાં પણ જબરદસ્ત પ્રદર્શન કરી આફ્રિકાને જીત માટે 305 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

રનનો પીછો કરવા માટે ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ બીજી ઇનિંગમાં પણ નિષ્ફળ રહી હતી. આફ્રિકાની ટીમ માત્ર 191 રન જ બનાવી શકી હતી. આમ ભારતીય ટીમે પહેલી ટેસ્ટ મેચમાં 113 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ ટેસ્ટ મેચમાં કે રાહુલે 123 રનની જબરદસ્તી ઇનિંગ રમી હતી. જ્યારે બોલિંગમાં જસપ્રીત બુમરાહએ જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું.

મેચ બાદ એવોર્ડ સેરેમનીમાં જ્યારે કોહલીને પૂછવામાં આવ્યું કે આ મેચ જીતવાનો શ્રેય તમે કોને આપશો ત્યારે કોહલીએ રાહુલને નહીં પરંતુ ટીમના ફાસ્ટ બોલરોને આ જીતનો શ્રેય આપ્યો હતો. કોહલીએ કહ્યું કે ભારતીય ટીમની બોલિંગમાં ઘણો સુધારો થયો છે. ભારતીય ટીમ જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પ્રવાસે ગઇ હતી ત્યારે પણ ભારતના ફાસ્ટ બોલરોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.

કોહલીએ વધુમાં કહ્યું કે ભારતીય ટીમ પાસે વર્લ્ડ ક્લાસ ત્રણ ફાસ્ટ બોલરો છે. જેણે આ મેચ જીતાડવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. તમને જણાવી દઇએ કે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ કેએલ રાહુલને આપવામાં આવ્યો હતો. પરંતુ કોહલીના મતે આ મેચ જીતાડવામાં રાહુલ કરતાં પણ વધારે ફાળો ટીમના ફાસ્ટ બોલરોએ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *