19 બોલમાં 62 રન બનાવવા છતાં નિકોલસ પુરનને નહીં પરંતુ રાહુલે આ ખેલાડીને ગણાવ્યો જીતનો અસલી હીરો…

ગઇકાલે બેંગ્લોર ખાતે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં છેલ્લે સુધી કટોકટીની સ્થિતિ જોવા મળી હતી. લખનઉની ટીમે આખરી ક્ષણે 1 વિકેટે બેંગ્લોર સામે જબરદસ્ત જીત મેળવી છે. આ મેચમાં બંને ટીમોના ઘણા ખેલાડીઓ સારા ફોર્મમાં જોવા મળ્યા હતા. મેચ પૂર્ણ થયા બાદ રાહુલ દ્વારા ઘણા નિવેદનો પણ આપવામાં આવ્યા છે.

સમગ્ર મેચ તરફ નજર કરીએ તો લખનઉએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતી વખતે બેંગ્લોરની ટીમે 2 વિકેટ ગુમાવીને 212 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ લખનઉના ખેલાડીઓએ છેલ્લે સુધી હિંમત હારી નહીં અને 9 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. આ મેચમાં નિકોલસ પુરને 19 બોલમાં 62 રન બનાવ્યા હતા છતાં પણ રાહુલે તેને અવગણીને આ ખેલાડીને જીતનો હીરો ગણાવ્યો છે.

રાહુલે મેચ પૂર્ણ થયા બાદ ઇન્ટરવ્યૂ દરમિયાન આ સ્ટાર ખેલાડીના ખૂબ જ વખાણ કર્યા હતા. તેની સારી રમતના કારણે જ આજે અમને જીત મળી છે તેવું પણ કહ્યું છે. તે ફરી એક વખત મેચ વિનર સાબિત થયો છે. જ્યારે તમામ ખેલાડીઓ નિષ્ફળ જતા હતા ત્યારે તેણે મોટી ભાગીદારી બનાવી છે. આ ઉપરાંત અન્ય ઘણા નિવેદનો આપ્યા છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે રાહુલે મેચ બાદ માર્કસ સ્ટોઇનિસ વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું છે કે જ્યારે અમારી ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે માર્કસ સ્ટોઇનિસે ઘણી સારી બેટિંગ કરી છે. તેણે આ મેચમાં 30 બોલમાં 65 રન ફટકાર્યા છે. જેમાં 6 ફોર અને 5 મોટી સિક્સર ફટકારી છે. આજે તેની સ્ટ્રાઇક રેટ 216.67ની રહી છે. તે દરેક ખેલાડીઓ સાથે ભાગીદારી બનાવતો જોવા મળ્યો હતો. જેના કારણે અમે છેલ્લે સુધી ટક્કર આપી શક્યા છીએ.

રાહુલે વધુમાં જણાવ્યું કે માર્કસ સ્ટોઇનિસ ફરી એક વખત અમારા માટે મહત્વપૂર્ણ રહ્યો છે. ત્યારબાદ નિકોલસ પુરને પણ ઘણી સારી બેટીંગ કરી છે. તે બંનેના કારણે મેચ ટૂંક સમયમાં સમેટાઇ ગઈ હતી. શરૂઆતમાં અમે ઘણી વિકેટો ગુમાવી હતી પરંતુ આ બે વિદેશી ખેલાડીઓના કારણે આજે અમને જીત મળી છે. હવે આગામી સમયમાં પણ મજબૂત ટીમ સાથે મેદાને ઉતરવામાં આવશે.

બેંગ્લોર સામે જીત મેળવ્યા બાદ લખનઉની ટીમને પોઇન્ટ ટેબલમાં પણ મોટો ફાયદો થયો છે. હાલમાં તેઓએ પ્રથમ ક્રમે સ્થાન મેળવ્યું છે. ફરી એકવાર તમામ ટીમ પ્લેઓફની રેસમાં આગળ વધવા માટે દરેક મેચોમાં જીત મળે તેવા પ્રયત્નો કરી રહી છે. આ સિઝનની દરેક મેચ છેલ્લે સુધી કટોકટીમાં જોવા મળી રહી છે. જેથી આ સિઝનના છેલ્લા ભાગમાં ઘણી રોમાંચક સ્થિતિ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *