કેપ્ટન ન હોવા છતાં પણ કોહલીએ જબરદસ્તી રોહિત પાસે લેવડાવ્યું રીવ્યુ, જાણો શું આવ્યું પરીણામ…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે હાલમાં કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાઇ રહી છે. 16 ફેબ્રુઆરીના રોજ ભારતીય ટીમે પ્રથમ મેચમાં જીત મેળવી હતી. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રાજીનામું આપ્યા બાદ કેપ્ટન તરીકે રોહિત શર્માને પસંદ કરવામાં આવ્યો છે. રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી ભારતીય ટીમ એક પણ મેચ હાર્યું નથી.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમે 157 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ચાર વિકેટ ગુમાવીને મેચ જીતી હતી. આ રીતે પ્રથમ મેચમાં ભારતીય ટીમે વિજય હાંસલ કર્યો છે.
વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી હવે એક પણ ફોર્મેટનો કેપ્ટન રહ્યો નથી તેમ છતાં પણ ટીમમાં તેના કહેવા પર નિર્ણય લેવામાં આવી રહ્યા છે. પ્રથમ ટી-20 મેચ દરમિયાન વિરાટ કોહલીના કહેવા પર રોહિત શર્માએ રીવ્યુ લીધું હતું. તો ચાલો ઉંડાણપૂર્વક જાણીએ આ સમગ્ર ઘટના કઇ રીતે બની હતી.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે રોસ્ટન ચેઝ 8મી ઓવરના પાંચમાં બોલ પર બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન બોલ પેડ અને બેટની વચ્ચેથી પસાર થઇને રિષભ પંતના હાથમાં જાય છે. ત્યારે રોહિત શર્મા સહિત તમામ ખેલાડીઓએ અપીલ કરી પરંતુ અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો. આ પછી વિરાટ કોહલી રોહિત શર્મા પાસે આવે છે અને કહે છે હું કહું છું રીવ્યુ લઇ લે.
વિરાટ કોહલીના કહેવા પર કેપ્ટન રોહિત શર્માએ રીવ્યુ લીધું હતું. ત્યારબાદ રિવ્યુમાં સ્પષ્ટપણે દેખાયું હતું કે બોલ બેટને લાગ્યો નથી જેના કારણે વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનને નોટઆઉટ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ખેલાડી કોઇ ચમત્કાર બતાવી શક્યો નહોતો અને માત્ર ચાર રન બનાવીને આઉટ થયો હતો.
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી કેપ્ટન રહ્યો નથી પરંતુ તેના કહેવા પર રોહિત શર્મા નિર્ણય લેતો જોવા મળ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા એવું ઇચ્છે છે કે તમામ ખેલાડીઓનું ધ્યાન રમત પર હોવું જોઇએ. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ બીજી ટી-20 મેચ જીતીને સમગ્ર સિરીઝ પર જીત હાંસલ કરવા પ્રયત્ન કરશે.