ગજબનું ટેલેન્ટ હોવા છતાં પણ આ ઘાતક ખેલાડીને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં નહીં મળે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન…

સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આફ્રિકા પ્રવાસ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે અને ટી-20 સિરીઝ પણ રમવાની છે. જેના માટે બીસીસીઆઇએ ભારતીય ટીમની જાહેરાત પણ કરી છે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે જીત મેળવવા પ્રયત્ન કરશે.

આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં કેપ્ટનશીપ કરતો નજરે આવશે. આ ઉપરાંત રોહિત શર્માની વાપસી થતાની સાથે જ ટીમમાં પણ ઘણાં ફેરફારો કરવામાં આવ્યા છે. રોહિત શર્મા કોઇપણ હાલતમાં આ બંને સિરીઝ પર જીત હાંસલ કરવા ઇચ્છે છે.

ડોમેસ્ટિક ક્રિકેટ અને આઇપીએલમાં જબરદસ્ત ટેલેન્ટ બતાવ્યું હોવા છતાં પણ આ ખેલાડીને પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવતું નથી. આ ખેલાડી ભારતીય ટીમમાં ઘણો ઘાતક સાબિત થઇ શકે છે. 18 સભ્યોની ટીમમાં તેને સામેલ કરવામાં આવે છે. પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળતી નથી. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની જાહેર કરવામાં આવેલી ભારતીય ટીમમાં ચાર ઓપનર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રોહિત શર્મા, કેએલ રાહુલ અને શિખર ધવનને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી શકાય નહીં. આવી સ્થિતિમાં ચોથો ખેલાડી ઋતુરાજ ગાયકવાડને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવશે નહીં. આ ખેલાડી ઘણાં લાંબા સમયથી તકની રાહ જોઇ રહ્યો હતો.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ચાર ઓપનરમાંથી કોની પસંદગી કરવી તે ભારતીય કેપ્ટન અને કોચ બંને માટે પડકારજનક રહેશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની છેલ્લી સિરીઝમાં ટીમ ઇન્ડિયાના ગબ્બર શિખર ધવને શાનદાર બેટિંગનું નજારો રજૂ કર્યો હતો. આ સિરીઝમાં પણ તેને ઓપનર ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવશે. આવી સ્થિતિમાં ઋતુરાજ ગાયકવાડને બહાર બેસવું પડી શકે છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમને સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન મિડલ ઓર્ડરની સમસ્યા સતાવી રહી હતી. આ સમસ્યાનો અંત લાવવા માટે ઘણા ઓલરાઉન્ડર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ કોઇપણ હાલતમાં આ સિરીઝ જીતવાનો પ્રયત્ન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *