ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં આ ખેલાડીનું સ્થાન નક્કી? કેપ્ટન રોહિત શર્માએ આપ્યો જવાબ…

સાઉથ આફ્રિકા પ્રવાસ પર ભારતીય ટીમે ખૂબ જ કારમી રીતે હારનો સામનો કર્યો હતો. ત્યાર બાદ વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું અને હાલમાં ભારતના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદ ભારતીય ટીમ સતત જીત મેળવી રહી છે. આ ઉપરાંત તે આગામી વર્લ્ડકપની તૈયારીના ભાગરૂપે અત્યારથી જ મજબુત ટીમ બનાવી રહ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ 24 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકા સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝની પ્રથમ મેચ રમવાની છે. આ પહેલા બીસીસીઆઇ દ્વારા આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. તાજેતરમાં રોહિત શર્મા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને તેમાં તેણે ઘણા મોટા ખુલાસાઓ કર્યા છે.

શ્રીલંકા સામેની સિરીઝ માટે જાહેર કરવામાં આવેલી ભારતીય ટીમમાં આ ઘાતક ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે આ ખેલાડીને ટી-20ના ભાગરૂપે અત્યારથી પસંદ કરવામાં આવ્યો છે અને તેના પર સતત મૂલ્યાંકન કરવામાં આવશે. આ ઉપરાંત ઘણા મોટા ખુલાસા કર્યા છે તો ચાલો જાણીએ.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં સંજુ સેમસન પર કરેલા સવાલનો જવાબ આપતાં તેણે સેમસનના ખુબ જ વખાણ કર્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓમાં પૂરતી પ્રતિભા છે, પરંતુ આ પ્રતિભા મેદાન પર દેખાય તે જરૂરી છે. સંજુ સેમસન પાસે ખુબ જ આક્રમક બેટિંગ છે અને આવનારા સમયમાં તે જોવા મળશે. ટીમને પણ તેની પાસેથી ઘણી આશાઓ છે.

ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી વર્લ્ડકપ માટે સંજુ સેમસન પાસે જે કુશળતા છે તે અત્યારથી મેદાનમાં બતાવી પડશે. આ ખેલાડીમાં તમામ પ્રકારના શોર્ટ બનવાની ક્ષમતા છે. આ ખેલાડીએ 2015માં ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ કર્યું હતું પરંતુ ત્યારબાદ ટીમમાં રમવા માટે ચાર વર્ષની રાહ જોવી પડી હતી. જે બાદ કેટલીક મેચમાં રમવાની તક આપવામાં આવી હતી. પરંતુ બીસીસીઆઇએ તેના પર ઓછો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં આ ખેલાડીને રોહિત શર્મા દ્વારા પસંદ કરવામાં આવ્યો છે.

રોહિત શર્મા દ્વારા છેલ્લા ઘણા સમયથી ઘણા યુવા ખેલાડીઓ પર મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં શ્રીલંકા સામેની સિરીઝ માટે સંજુ સેમસનને વિકેટકીપર બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે અને તેને તક આપવામાં આવશે. જો તે પોતાનું ટેલેન્ટ બતાવવામાં સફળ રહેશે તો આગામી વર્લ્ડકપમાં સ્થાન આપવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *