ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ નક્કી, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. પ્રથમ બે ટેસ્ટ મેચ બાદ સિરીઝ 1-1થી બરાબર છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમો માટે જીતવી ખૂબ જરૂરી છે. ઇતિહાસમાં ટીમ ઇન્ડિયાએ આજ સુધી આફ્રિકાની ધરતી પર ક્યારેય ટેસ્ટ સીરીઝ જીતી નથી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ ઇતિહાસ રચી શકે છે.

બીજી ટેસ્ટ મેચ પહેલા વિરાટ કોહલી ફિટ ન હોવાને કારણે મેચમાંથી બહાર થયો હતો. તેના સ્થાને કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ત્રીજી ટેસ્ટ મેચમાં કોહલી મેદાન પર ફરી જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં પ્લેઈંગ ઇલેવનમાં પણ મોટા ફેરફારો થઇ શકે છે. તો ચાલો જાણીએ કયા ખેલાડીને સ્થાન આપવામાં આવશે અને કોનું પત્તું કપાશે.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા સિરીઝમાંથી બહાર થયા હોવાથી કેએલ રાહુલની સાથે ઓપનિંગ માટે મયંક અગ્રવાલ ઉતરશે. રાહુલ અને મયંકે પ્રથમ ટેસ્ટ મેચમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આ બંનેની જોડી વધુ હિટ સાબિત થશે. ચેતેશ્વર પૂજારાને ફરીથી ત્રીજા નંબર પર તક આપવામાં આવશે. વિરાટ કોહલી ચોથા નંબર પર ઉતરશે તે નિશ્ચિત છે. ત્રીજી ટેસ્ટ મેચમાં ફરી એકવાર કોહલીએ વાપસી કરી છે.

આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં પાંચ નંબર પર ફરી એકવાર અજિંક્ય રહાણે ઉતરશે. રહાણેએ છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં કોહલી આ લયને બગાડવા માંગશે નહીં અને તે ખૂબ જ અનુભવ ધરાવતો ખેલાડી પણ છે. ત્રીજી ટેસ્ટ મેચ જીતવા માટે આફ્રિકા પીચ પર અનુભવી ખેલાડી હોવો જરૂરી છે.

છેલ્લા ઘણા સમયથી રિષભ પંતે ટીમ ઇન્ડિયા માટે ઘણી મોટી ઇનિંગ્સ રમી છે. પરંતુ તેનું સતત ફ્લોપ દેખાવ પણ ટીમ ઇન્ડિયા માટે માથાનો દુખાવો બની ગયો છે. છેલ્લી 13 ઇનિંગ્સમાં માત્ર એક જ સદી ફટકારી છે. પરંતુ આ સમયે ભારતનો નંબર વન વિકેટકીપર બેટ્સમેન છે. તેથી તે છ નંબર પર ઉતરશે તે નક્કી છે.

ભારતીય બોલિંગ લાઇનમાં વાત કરીએ તો શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને પસંદ કરવામાં આવશે. મોહમ્મદ સિરાજ છેલ્લી મેચમાં ઇજાગ્રસ્ત થવાને કારણે ઉમેશ યાદવને તક મળી શકે છે. સિનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન સ્પિન બોલિંગની જવાબદારી નિભાવશે. ત્રીજી ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજ ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે તેના સ્થાને ઉમેશ યાદવને તક આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *