પાકિસ્તાન સામે ડેબ્યૂ કરીને સનસનાટી મચાવનાર આ ઘાતક ખેલાડીને ન મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારતીય ટીમ તાજેતરમાં સાઉથ આફ્રિકા પ્રવાસ પર કારમી હાર મેળવ્યા બાદ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 6 ફેબ્રુઆરીના રોજ આ ત્રણ મેચોની સિરીઝની શરૂઆત થશે. ભારતીય ટીમ આ સિરીઝમાં જીત મેળવવા પ્રયત્ન કરશે.

આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હતો. આવા કારણોસર સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી બહાર થયો હતો. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેની વાપસી થવા જઇ રહી છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રવાસ દરમિયાન ઘણા ખેલાડીઓ હારનું કારણ બન્યા હતા. હારનું કારણ બનેલા આ ઘાતક ખેલાડીને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તો ચાલો જાણીએ આ ઘાતક ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આ ઘાતક ખેલાડી બીજું કોઇ નહીં પરંતુ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર છે. આફ્રિકા પ્રવાસ દરમિયાન ભુવનેશ્વર કુમાર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો હતો. ઘણા લાંબા સમય પછી તેને તક આપવામાં આવી હતી પરંતુ તે તકનો લાભ ઉઠાવી શક્યો નહિ. તે પોતાના પ્રદર્શનમાં સતત નિષ્ફળ સાબિત થયો છે. છેલ્લા ઘણા સમયથી તે વિકેટ લેવામાં સફળ થયો નથી અને તે વધારે રન આપી રહ્યો છે.

ભુવનેશ્વર કુમારે વર્ષ 2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. જ્યારે પાકિસ્તાનની ટીમ સિરીઝ રમવા માટે ભારત આવી હતી ત્યારે ભુવનેશ્વર કુમારે ચેન્નઇમાં તેની સામે ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે બે વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમારને વર્તમાન સમયનો સ્વિંગ કિંગ કહેવામાં આવે છે. તેણે ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

ભુવનેશ્વર કુમાર છેલ્લા કેટલાક સમયથી ખરાબ સામે ઝઝૂમી રહ્યો છે. વર્ષ 2020માં ભુવનેશ્વર કુમાર ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાર પછી તેને લાંબા સમય સુધી ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નહોતું. તાજેતરમાં જાહેર કરવામાં આવેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *