ઘાતક બેટ્સમેન સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સનો સાથ છોડી આ ટીમ સાથે જોડાશે…
આઇપીએલ 2021 માં રાજસ્થાન રોયલ્સમાં કેપ્ટન તરીકે સંજુ સેમસને મહત્વની ભૂમિકા ભજવી છે. આઇપીએલમાં ઘણા વર્ષોથી સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલો છે. સંજુ સેમસન બેટિંગમાં પણ જબરદસ્ત પ્રદર્શન કરીને ટીમને જીતાડી ચૂક્યો છે. ભારતીય ટીમમાં પણ તેને ઘણી વખત મોકો આપવામાં આવ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી રાજસ્થાન રોયલ્સ અને તેના કેપ્ટન સંજુ સેમસન વચ્ચે કંઇ પણ બરાબર ચાલી રહ્યું નથી. સંજુ સેમસને સોશિયલ મીડિયા પર રાજસ્થાન રોયલ્સને અનફોલો કર્યું છે. સંજુ સેમસન હવે રાજસ્થાન રોયલ્સ સાથે રમવા નથી માગતો અને તેનાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. સંજુ સેમસન નથી ઇચ્છતો કે રાજસ્થાન રોયલ્સ તેને જાળવી રાખે.
એક રિપોર્ટ અનુસાર, સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઇઝીથી નારાજ છે. સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સની ટીમને છોડીને આઇપીએલ 2022માં અન્ય ટીમ સાથે જોડાઇ શકે છે. સંજુ સેમસને આઇપીએલ 2022 મેગા ઓકશન પહેલા રાજસ્થાન રોયલ્સને છોડવાનો નિર્ણય કર્યો છે.
એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, રાજસ્થાન રોયલ્સની ટીમ પણ નથી જાણતી કે તેના કેપ્ટન સંજુ સેમસને સોશિયલ મીડિયા પર તેને કેમ અનફોલો કરી દીધું છે. સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ માટે એક અગત્યનો ખેલાડી છે અને રાજસ્થાન રોયલ્સની ટીમ તેને છોડવા નથી માગતી. પરંતુ સંજુ સેમસન હવે આ ટીમમાં રહેવા નથી માગતો.
સંજુ સેમસન હવે ચેન્નઇ સુપરકિંગ્સ સાથે જોડાઇ શકે છે. મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ વિકેટકીપર તરીકે સંજુ સેમસનને સ્થાન મળી શકે છે. ધોની હવે આગામી સિઝનમાં ચેન્નઇ સુપરકિંગ્સને છોડી શકે છે. તેથી તેની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન તરીકે સંજુ સેમસનને ટીમમાં સામેલ કરી શકાય છે.
તમને જણાવી દઇએ કે, સંજુ સેમસને રાજસ્થાન રોયલ્સ ટીમ માટે સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે. બધી આઇપીએલમાં સંજુ સેમસને 300થી વધુ રન બનાવ્યા છે. આઇપીએલ 2021 માં રાજસ્થાન રોયલ્સની ટીમનું પ્રદર્શન ખરાબ હોવા છતાં પણ તેણે 484 રન બનાવ્યા હતા. આઇપીએલ 2022માં વધુ બે ટીમો જોડાવાથી આવતા વર્ષે 10 ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતારશે.