IPLમાં અન્યાય થયા બાદ ડેવિડ વોર્નરનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું કે હું આવતા વર્ષે…

આઇપીએલ 2021 માં ડેવિડ વોર્નરને સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટનપદેથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ટીમનો કેપ્ટન કેન વિલિયમસન બન્યો હતો. કેપ્ટન પદેથી હટાવ્યા આવ્યા બાદ તેને ટીમમાં એકવાર પણ સામેલ કરવામાં નહોતો આવ્યો. જ્યારે ટીમના અન્ય ખેલાડીઓનું પ્રદર્શન પણ તેની જેવું જ હતું. તેમ છતાં પણ તેને ટીમમાં સ્થાન નહોતું આપવામાં આવ્યું.

આઇપીએલ 2021 માં તેની સાથે થયેલા આ અન્યાય બાદ તેણે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને છોડવાનો નિર્ણય કર્યો છે. ડેવિડ વોર્નરે કહ્યું કે, તેણે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે છોડવાનો નિર્ણય કરી લીધો છે અને તે આવતા વર્ષે ઓક્શનમાં ઉતરશે.

તમને જણાવી દઈએ કે સનરાઇઝર્સ હૈદરાબાદ જ્યારે આઇપીએલ 2016 માં ચેમ્પિયન બની હતી. ત્યારે તે ટીમનો કેપ્ટન ડેવિડ વોર્નર હતો. વોર્નર આઇપીએલ વિજેતા ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે. તેથી જો તે આવતા વર્ષે ઓક્શનમાં ઉતરશે તો તેના ઉપર ટીમો મોટી બોલી લગાવશે તે નક્કી છે.

આઇપીએલ 2022 માટે લખનૌ અને અમદાવાદની ટીમ ટી 20 લીગ સાથે જોડાઇ ગઇ છે. આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શન થશે. તેમાં જો ડેવિડ વોર્નર ઓક્શનમાં ઉતરશે તો તેના પર મોટી બોલી લાગશે તે નક્કી છે કારણ કે, આઇપીએલમાં આ વખતે બે ટીમો નવી આવશે. તેવોની નજર વોર્નર પર રહેશે. વોર્નર કેપ્ટન બનવાની ક્ષમતા ધરાવે છે અને તેની સાથે તે એક જબરદસ્ત ઓપનર પણ છે.

બંને નવી ટીમો લખનૌ અને અમદાવાદ તેને ખરીદવાની પૂરેપૂરી કોશિશ કરશે. જો આવું કરવામાં તે સફળ રહેશે. તો આ બંને ટીમો માંથી કોઇ એક ટીમનો કેપ્ટન ડેવિડ વોર્નર બની શકે છે. તમને જણાવી દઈએ કે, ડેવિડ વોર્નર સૌથી વધુ રન બનાવનારો વિદેશી ખેલાડી છે અને તે આઇપીએલ વિજેતા ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.

આઇપીએલ 2021ના બીજા તબક્કાની મેચો યુએઇમાં રમાઇ હતી. પરંતુ યુએઇ લેગમાં ડેવિડ વોર્નરને ફક્ત 2 મેચમાં રમવાનો મોકો મળ્યો હતો. 6 મેચમાં તેને ટીમમાં સામેલ કરવામાં નહોતો આવ્યો. તેના પર ડેવિડ વોર્નરે કહ્યું કે, આ મારા માટે મુશ્કેલ દિવસ હતા. જોકે આ મારા માટે સમજની બહાર હતું કે મને કેમ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, હવે તે આવતા વર્ષે મેગા ઓક્શનમાં ઉતરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *