ડેવિડ વોર્નરે કહ્યું- ભલે અમે વર્લ્ડ કપ જીત્યો પરંતુ આ ભારતીય ખેલાડી એક સમયે બન્યો હતો કાળ…
ગઈકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ છઠ્ઠી વખત વિજેતા બની છે. આ મેચ છેલ્લે સુધી કટોકટીની સ્થિતિમાં પણ જોવા મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.
સમગ્ર મેચની વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 50 ઓવરમાં માત્ર 240 રન જ બનાવ્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટ ગુમાવીને 43 ઓવરમાં ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો અને જીત મેળવી હતી. આ મેચમાં ડેવિડ વોર્નર રહ્યો હતો પરંતુ અન્ય બેટ્સમેનો ઘણા સફળ સાબિત થયા હતા. મેચ પૂર્ણ થયા બાદ ડેવિડ વોર્નરે આ ભારતીય ખેલાડી વિશે એક મહત્વનું નિવેદન આપ્યું છે.
ડેવિડ વોર્નરે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે આ ગુજરાતી સ્ટાર ખેલાડી અમારા માટે કાળ બન્યા હોય તેવું કહી શકાય છે. તેની બોલિંગ સામે રમવું ખરેખર મુશ્કેલ હતું. બીજી તરફ તે દરેક બોલ વિકેટ અનુસાર ફેંકતા જોવા મળ્યો હતો. જેના કારણે શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત વિકેટો પણ ગુમાવી પડી હતી. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે ડેવિડ વોર્નરે જસપ્રીત બુમરાહની બોલિંગ વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું છે કે બુમરાહે શરૂઆતમાં જ આવીને ઘણી કડક બોલિંગ કરી હતી. જેથી શરૂઆતમાં અમે પીચ પર ટકી રહેવાનું વિચાર્યું હતું. તેનો દરેક બોલ અમારા માટે કાળ બની રહ્યો હતો. તે બંને બાજુ બોલ લહેરાવવાની આવડત ધરાવતો હતો. જેથી તેની સામે ટકી રહેવું પણ મુશ્કેલ હતું.
આ ઉપરાંત ડેવિડ વોર્નરે રવિન્દ્ર જાડેજાની બોલિંગ વિશે પણ ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે રવિન્દ્ર જાડેજા પણ સ્પીન બોલીંગનો માસ્ટર છે. તે પણ સૌથી વધારે સ્વિંગ કરાવી શકે છે. જેના કારણે ઘણી મુશ્કેલીઓ થાય છે. અમે જીત મેળવી પરંતુ આ ખેલાડીઓ અમારા માટે આજે કાળ સાબિત થયા હતા. ભારતીય ટીમ ઘણી મજબૂત જોવા મળી પરંતુ તેઓને હાર મળી છે.