ધોનીના એક ઇશારા પર CSKની ટીમ કોઇપણ હાલતમાં આ પાંચ ખેલાડીઓને ખરીદશે…

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન માટે તમામ ટીમો જોરદાર તૈયારીઓ કરી રહી છે. આ ઉપરાંત 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલોર ખાતે મેગા ઓક્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તમામ ટીમો 90 કરોડના બજેટ સાથે શ્રેષ્ઠ ટીમ પસંદ કરવા માટે હરાજીમાં ઉતરશે. હાલમાં બધી ટીમો સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત છે. આ ઉપરાંત આ વર્ષે અમદાવાદ અને લખનઉ બંનેની ટીમો પણ જોડાશે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સની વાત કરીએ તો આ ટીમ આઇપીએલના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ માનવામાં આવે છે. આ ઉપરાંત આ ટીમે આ વર્ષે ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા, પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, મોઇન અલી અને ઋતુરાજ ગાયકવાડને આ ટીમે રીટેન કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે.

મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઇ સુપરકિંગ્સે અત્યાર સુધીમાં ચાર ખિતાબો પોતાના નામે કર્યા છે. આ ઉપરાંત તે પોતાના નિર્ણયમાં અડગ રહ્યો છે. તાજેતરમાં તેણે ટીમને જણાવ્યું છે કે આ પાંચ ખેલાડીઓ આગામી વર્ષોમાં ટીમ માટે ફાયદાકારક બની શકે છે. ચેન્નઇ સુપરકિંગ્સ આ ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ છે.

ચેન્નઇ સુપરકિંગ્સ માટે મહેન્દ્રસિંહ ધોનીની આ લગભગ છેલ્લી આઇપીએલ હોય શકે છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં ટીમને બીજા વિકેટકીપર બેટ્સમેનની જરૂર પડશે. તેથી ચેન્નઇ સુપરકિંગ્સ માટે વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક સર્વ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે છે. આ ખેલાડી વિકેટકીપિંગ ઉપરાંત બેટિંગમાં પણ માહેર છે. સીએસકે ટીમ તેને ખરીદી શકે છે.

આ વખતે ચેન્નઇ સુપર કિંગ્સ પોતાની ટીમમાં કેટલાક હિટમેનનો સમાવેશ કરી શકે છે. જેમાં વેસ્ટ ઇન્ડિઝના રોવમેન પોવેલને ખરીદી શકે છે. આ ખેલાડી તેની આક્રમક બેટિંગ માટે ખૂબ જ જાણીતો છે. આ ઉપરાંત અંડર-19 વર્લ્ડકપના ખેલાડી રાજબાવાને ટીમમાં સ્થાન આપી શકે છે. આ ખેલાડી લાંબા સમય માટે ટીમને ફાયદાકારક સાબિત થઇ શકે છે.

ચેન્નઇ સુપરકિંગ્સના ખેલાડી દિપક ચહરને ટીમે જાળવી રાખ્યો નથી, પરંતુ મેગા ઓક્શનમાં ફરી એકવાર તેના પર મોટી બોલી લગાવીને તેને ટીમમાં સામેલ કરી શકે છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુર લાંબા સમયથી ટીમનો ભાગ રહ્યો છે. આ ખેલાડી ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે, તેને પણ ચેન્નઇની ટીમ ખરીદવા પ્રયાસ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *