મેગા ઓક્શનમાં સૌથી પહેલા આ સ્ટાર ખેલાડીની પાછળ જશે CSK…

મેગા ઓક્શન પહેલા દરેક ફ્રેન્ચાઇઝીઓ દ્વારા પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દીધા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઇ સુપરકિંગ્સની વાત કરવામાં આવે તો તેમણે ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કરતા પણ વધારે રૂપિયા આપીને રવિન્દ્ર જાડેજાને રિટેન કર્યો છે. ચેન્નઇ સુપરકિંગ્સે રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની, મોઇન અલી અને રુતુરાજ ગાયકવાડને રીટેન કર્યા છે.

ચેન્નઇ સુપરકિંગ્સે તેના અનુભવી ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દીધા છે. જેમાં સુરેશ રૈના, ડ્વેન બ્રાવો, રોબિન ઉથપ્પા, ફાફ ડુ પ્લેસી, ઇમરાન તાહિરનો સમાવેશ થાય છે. ફ્રેન્ચાઇઝી દ્વારા યુવા ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે. પરંતુ બહાર કરેલા ખેલાડીઓમાંથી અમુક ખેલાડીઓ એવા છે જેની પાછળ મેગા ઓપરેશનમાં સૌથી પહેલા ચેન્નઇ સુપરકિંગ્સ જશે.

ચેન્નઇ સુપરકિંગ્સે આઇપીએલમાં ચોથા સૌથી વધુ રન બનાવનાર સુરેશ રૈનાને પણ બહારનો રસ્તો દેખાડી દીધો છે. સુરેશ રૈનાની મિસ્ટર આઇપીએલ તરીકે ઓળખવામાં આવે છે. સુરેશ રૈના એ ખેલાડી છે જેણે આ લીગમાં સૌથી પહેલાં પાંચ હજારનો આંકડો પાર કર્યો હતો. પરંતુ હવે તેને ચેન્નઇ સુપરકિંગ્સ માંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

રોબિન ઉથપ્પાનું માનવું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 પહેલા મેગા ઓક્શનમાં સુરેશ રૈનાની પાછળ સૌથી પહેલા ચેન્નઇ સુપરકિંગ્સ જશે. કારણકે સુરેશ રૈનાએ છેલ્લા દસ-બાર વર્ષમાં આ ટીમ માટે ઘણું બધું કર્યું છે. સુરેશ રૈનાના નામે આ લીગમાં 5528 રન છે અને તેણે ખાસ કરીને શરૂઆતના વર્ષોમાં તેના પ્રદર્શનથી ટીમમાં મોટું યોગદાન આપ્યું છે.

તમને જણાવી દઇએ કે, રૈનાને રિટેન ન કરવા પાછળ છેલ્લી કેટલીક સિઝનમાં અને તાજેતરમાં નિરાશાજનક ફોર્મ જવાબદાર ગણી શકાય. પરંતુ રૈનાએ CSKને ઘણી બધી સીઝનોમાં ક્વોલિફાય કરવામાં મદદ કરી છે. સુરેશ રૈના એક મહત્વનો ખેલાડી છે. સુરેશ રૈના ચેન્નઇ સુપરકિંગ્સની છેલ્લી આઇપીએલ વિજેતા ટીમનો ભાગ હતો.

તમને એ પણ જણાવી દઇએ કે, આઇપીએલ 2022માં બે નવી ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. લખનઉ અને અમદાવાદ એમ બે નવી ટીમો ટી 20 લીગ સાથે જોડાઇ ગઇ છે. મેગા ઓક્શન પહેલા હરાજી પુલમાંથી બને ટીમો ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી કરી શકશે. તેના માટે બંને ટીમો રૂ. 33 કરોડનું બજેટ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *