CSKએ પસંદ કર્યો કેપ્ટન! ધોની બાદ આ ખેલાડી સંભાળશે ટીમની કમાન…

આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ બંને ટીમો જોડાઇ 10 ટીમો લીગમાં ભાગ લેશે. આ વર્ષે આઇપીએલ પહેલા મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. આ પહેલા તમામ જૂની ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના તમામ ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં થશે. આ મેગા ઓક્શન 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ યોજવાનું છે.

આઇપીએલ વિશ્વભરમાં સૌથી વધુ જોવાતી લીગ છે. આઇપીએલ શરૂ થાય તે પહેલા બીસીસીઆઇ દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. આઇપીએલ 2022 માટે ટાઇટલ સ્પોન્સરશીપ વિવો પાસેથી લઇને ટાટા કંપનીને આપવામાં આવી છે. આ વર્ષે ટીમમાંથી બહાર થયેલા તમામ ખેલાડીઓને મેગા ઓક્શનમાં અન્ય ટીમો દ્વારા ખરીદવામાં આવશે.

ચેન્નઇ સુપરકિંગ્સની વાત કરીએ તો તેણે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની, ઋતુરાજ ગાયકવાડ અને મોઇન અલીનો સમાવેશ થાય છે. કેપ્ટનની વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોનીએ અત્યાર સુધી આ ટીમની કમાન સંભાળી હતી. પરંતુ આઇપીએલ 2022માં આ ખેલાડી કમાન સંભાળતો નજરે આવી શકે છે.

ચેન્નઇ સુપરકિંગ્સના નવા કેપ્ટન તરીકેની જવાબદારી ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાને સોંપાઇ શકે છે. આ ખેલાડીએ વર્ષ 2011માં ચેન્નઇ સુપરકિંગ્સ સાથે જોડાયો હતો. ત્યારથી આ ટીમનો હિસ્સો રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ આઇપીએલમાં 200 કરતા પણ વધારે મેચો રમી છે અને તેનો અનુભવ ખૂબ અસરકારક સાબિત થઇ શકે છે.

રવિન્દ્ર જાડેજા હાલમાં વિશ્વનો સૌથી ઘાતક ઓલરાઉન્ડર ખેલાડી માનવામાં આવે છે. તે બોલિંગ ઉપરાંત બેટીંગમાં પણ માહેર છે. ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા ત્રણેય ફોર્મેટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યો છે અને તે ભારતની બહાર પણ ખૂબ જ સારું પ્રદર્શન કરે છે. રવિન્દ્ર જાડેજાએ આઇપીએલની બધી સિઝનમાં ઓલરાઉન્ડર તરીકે સારી રમત દેખાડી છે.

ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ અત્યાર સુધી જબરદસ્ત કેપ્ટનશિપ કરીને ટીમને ચાર ખિતાબ અપાવ્યા છે. રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશિપ કરવાનો અનુભવ નથી. પરંતુ ધોનીની નજર હેઠળ આ ખેલાડી સારી રીતે કેપ્ટનશિપ સંભાળી શકે છે. આ ઉપરાંત સીએસકે મેગા ઓક્શનમાં સુરેશ રૈના અને અંબાતી રાયડુને પણ ટીમમાં સામેલ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *