કોહલીના બેસ્ટ ફ્રેન્ડને થયો કોરોના, હવે આખી ટીમનું કરાશે ટેસ્ટિંગ…

વિરાટ કોહલી હાલમાં દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવે છે. તેના નામે ઘણા રેકોર્ડ પણ નોંધાઇ ચુક્યા છે. ભારતના કેપ્ટન તરીકે તેણે ઘણી સિરીઝ જીતાડી છે. મહેન્દ્રસિંહ ધોની પછી ભારતીય ટીમની જવાબદારી વિરાટ કોહલીને સોંપવામાં આવી હતી. આ ખેલાડી હાલમાં વિશ્વભરમાં ટોપ બેટ્સમેન બન્યો છે.

વિરાટ કોહલીએ આઇપીએલમાં પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ તરફથી રમીને જબરદસ્ત સફળતા મેળવી છે. પરંતુ હવે વિરાટ કોહલીએ આરસીબીના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. આગામી સિઝનમાં વિરાટ કોહલી કેપ્ટન પદે જોવા મળશે નહીં. તેના સ્થાને કોઇ અન્ય ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવશે.

વિરાટ કોહલીની સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચુકેલા તેના ખાસ મિત્ર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલ કોરોના સંક્રમિત થયો છે. ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે. આ બંને ખેલાડીઓ આઇપીએલમાં RCB તરફથી રમે છે.

બુધવારે સવારે રીપીટર એન્ટિજેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે કોરોના સંક્રમિત હોવાની પુષ્ટી થઇ હતી. હાલમાં ગ્લેન મેક્સવેલ બીબીએલ ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે અને આ ટુર્નામેન્ટમાંથી સતત નવા કેસો સામે આવી રહ્યા છે. ગ્લેન મેક્સવેલે સોમવારે સવારે ટેસ્ટ કરાવ્યો હતો અને બુધવારે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.

ગ્લેન મેક્સવેલ બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટાર્સનો કેપ્ટન છે. ગ્લેન મેક્સવેલ પોઝિટિવ આવ્યા બાદ આખી ટીમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ પહેલા પણ કોરોનાના કેસ આવવાને કારણે ઘણી મેચો રદ કરવામાં આવી હતી. હાલમાં મેક્સવેલ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તે ટીમમાં એક ઓલરાઉન્ડર તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છે.

ગ્લેન મેક્સવેલના આગમનથી આરસીબીની ટીમ બદલાઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. ભૂતપૂર્વ ક્રિકેટર બ્રાયન લારાએ ગ્લેન મેક્સવેલને આરસીબીમાં સામેલ કરવાનો શ્રેય વિરાટ કોહલીને આપ્યો છે. જ્યારે ગ્લેન મેક્સવેલ ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હતો ત્યારે વિરાટ કોહલીએ તેને ટીમમાં સામેલ કરીને તેનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *