ટીમ ઇન્ડિયાનો આ ઘાતક ખેલાડી થયો કોરોના સંક્રમિત, ટ્વીટ કરીને આપી જાણકારી…

ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની વનડે સિરીઝ રમી રહી છે. પ્રથમ વનડે મેચમાં ભારતને હાર મળ્યા બાદ બાકીની બંને મેચ ભારતીય ટીમ માટે જીતવી ખૂબ જરૂરી છે. એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે ભારતીય ટીમ હાલમાં બીજી વનડે મેચમાં મેદાને ઉતરી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે.

હાલમાં ચાલી રહેલા કોરોનાવાયરસને કારણે ક્રિકેટ જગતને ઘણું નુકસાન થયું છે. આફ્રિકા પ્રવાસ પર ભારતીય ટીમ ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાવાની હતી પરંતુ કોરોનાવાયરસને કારણે તે મોકૂફ રાખવામાં આવી છે. આ ઉપરાંત આઇપીએલ 2021 પણ કોરોનાને કારણે બે તબક્કામાં યોજવામાં આવી હતી.

સાઉથ આફ્રિકા પ્રવાસ પુર્ણ થયા બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. ઘરઆંગણે શરૂ થતી આ ટેસ્ટ સીરીઝમાં પણ કોરોના વાયરસનું વિઘ્ન આવી શકે છે. અત્યાર સુધીમાં ઘણા ખેલાડીઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. તાજેતરમાં જ ભારતનો આ દિગ્ગજ ખેલાડી કોરોનાગ્રસ્ત થયો છે.

ભારતીય ક્રિકેટનો મહાન સ્પિનર હરભજન સિંહ તેની સ્પિન બોલિંગ માટે જાણીતો છે. આ સ્પિનર ખેલાડી કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તેણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે જે લોકો તેના સંપર્કમાં આવ્યા છે તેઓનો પણ જલ્દી કોરોના ટેસ્ટ થવો જોઇએ. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા હરભજનસિંહે નિવૃત્તિની જાહેરાત કરી હતી.

હરભજન સિંહ ગુગલી બોલિંગ માટે પ્રખ્યાત હતો. તેના ચાહકો તેને પ્રેમથી ભજ્જી કહીને બોલાવતા હતા. હરભજનસિંહે ભારત માટે 103 ટેસ્ટ મેચમાં 417 વિકેટ, 236 વનડેમાં 269 વિકેટ, 28 ટી-20 મેચમાં 25 વિકેટ ઝડપીને અનોખા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેણે ટીમ ઇન્ડિયા માટે ઘણી મેચ પોતાના દમ પર જીતાડી છે. આ વર્ષે ડિસેમ્બરમાં આ સ્પિનરે નિવૃત્તિની જાહેરાત કરી હતી.

હરભજન સિંહ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમી ચુક્યો છે. આઈપીએલમાં તેણે 163 મેચમાં 150 વિકેટ લીધી છે. પોતાના કરિયરની શરૂઆતના દિવસોમાં હરભજન સિંહે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં હેટ્રિક લઈને બધાને દિવાના બનાવી દીધા હતા. હરભજનસિંહ ટૂંક સમયમાં પોતાની બોલિંગ માટે વિશ્વભરમાં જાણીતો થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *