ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય માનવામાં આવતા આ ખેલાડીને ન મળ્યું ટી-20 વર્લ્ડકપમાં સ્થાન…

આઇપીએલ 2021 નું આયોજન યુએઈ ખાતે કરવામાં આવ્યું છે. જે 15 ઓક્ટોબરના રોજ પૂર્ણ થવાનું છે. જે બાદ તરત જ 17 ઓક્ટોબરના રોજ ટી 20 વર્લ્ડ કપ શરૂ થવા જઇ રહ્યો છે. ટી 20 વર્લ્ડ કપ માટે BCCI એ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ICC ના નિયમ મુજબ, આ ટીમમાં 10 ઓક્ટોબર સુધી ફેરફાર કરી શકાય છે.

વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ટીમમાં 15 શ્રેષ્ઠ સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ત્રણ ખેલાડીઓને રિઝર્વ રાખવામાં આવ્યા છે. પરંતુ આ ટીમમાં કેટલાક ક્રિકેટરો એવા છે કે જેની જગ્યા ટીમમાં બનાવવામાં આવી હતી પરંતુ પસંદગીકારોએ તેમને તક આપી ન હતી.

મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને ભારતીય ટીમમાં જગ્યા મળી નથી. તેને ટી 20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ માટે તેને રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ તેને મુખ્ય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. શ્રેયસ ઐયર લાંબા સમયથી ભારતીય ટીમ સાથે જોડાયેલો છે અને નંબર 4 પણ તેણે પોતાનું સ્થાન કાયમી કર્યું હતું.

પરંતુ જ્યારે આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતની મુલાકાતે આવી હતી ત્યારે તેને એવી ઈજા થઈ કે તે લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયા માંથી બહાર થઈ ગયો હતો. આ પછી, પસંદગીકારોએ તેની જગ્યાએ સૂર્ય કુમાર યાદવને ટીમમાં સ્થાન આપ્યું હતું.

સૂર્ય કુમાર યાદવને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપ્યા બાદ તેણે પોતાનું સ્થાન કાયમી કર્યું છે. તેણે ટીમ ઇન્ડિયા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેથી લાગી રહ્યું છે કે તેણે શ્રેયસ ઐયરનું પત્તું કાપી નાખ્યું છે. પરંતુ આઇપીએલ 2021 ના બીજા તબક્કામાં સૂર્ય કુમાર યાદવનું પ્રદર્શન કંઈ ખાસ જોવા મળી રહ્યું નથી. તેથી છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે તેના સ્થાને શ્રેયસ ઐયરની ટીમમાં વાપસી થઇ શકે છે.

આઈપીએલમાં સતત દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરનારા શ્રેયસ ઐયરને એક સમયે ભારતીય ટીમના ભવિષ્યના કેપ્ટન તરીકે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો હતો. હકીકતમાં, વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ બાદ, ભારત પાસે કેપ્ટનશિપના પ્રબળ દાવેદાર તરીકે માત્ર કેએલ રાહુલ અને શ્રેયસ ઐયર હતા. પરંતુ અય્યરને હવે ટીમમાં પોતાની જગ્યા બનાવવી મુશ્કેલ લાગી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *