ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય ગણાતો 27 વર્ષીય આ ઘાતક ખેલાડી ટૂંક સમયમાં લઇ શકે છે નિવૃત્તિ…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે જીત મેળવવા પ્રયત્ન કરશે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ઘણા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે.
ભારતીય ટીમમાં દર વર્ષે નવા ખેલાડીઓનો પ્રવેશ થતો હોય છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરીને ઘણા ખેલાડીઓ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરે છે. આ ઉપરાંત ઉંમર વધતાની સાથે ઘણા ખેલાડીઓ નિવૃત્તિની જાહેરાત કરતા હોય છે. વર્ષ 2021 દરમિયાન ઘણા ભારતીય ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી છે.
પસંદગીકારો દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે અને ટી-20 સિરીઝ માટે ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. પરંતુ એક એવો ખેલાડી છે જેની સાથે પસંદગીકારોએ સાવકી માં જેવું વર્તન કર્યું છે. આ ખેલાડીને તક ન મળવાથી પસંદગીકારો પણ સવાલો ઉઠી રહ્યા છે. આવી સ્થિતિમાં આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય કોઇ ઓપ્શન બાકી રહ્યો નથી. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે આ ખેલાડી સંજુ સેમસન છે. સંજુ સેમસન વિકેટકિપિંગ સાથે ઝડપી બેટિંગ માટે જાણીતો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ઇશાન કિશનને સ્થાન આપવામાં આવ્યું, પરંતુ સંજુ સેમસન જેવા અનુભવી ખેલાડીઓને ફરી એકવાર પસંદગીકારો દ્વારા અવગણના કરવામાં આવી છે. આ ખેલાડીને નિવૃતિ લેવા માટે મજબૂર કરવામાં આવ્યો છે.
સંજુ સેમસનને છેલ્લી વખત જુલાઇ 2021માં શ્રીલંકા જવાનો મોકો મળ્યો હતો. આ પ્રવાસ દરમિયાન રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાનો કોચ હતો. ત્યાર પછીથી સંજુ સેમસન ટીમની બહાર રહ્યો છે. એક-બે મેચમાં તેના ખરાબ પ્રદર્શનના કારણે તેની અવગણના કરવી તે યોગ્ય કહેવાય નહી. આ ખેલાડી સાથે અન્યાય થઇ રહ્યો છે અને તેને વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમવાની તક પણ મળી નથી.
ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન આઇપીએલમાં પણ જબરદસ્ત પ્રદર્શન કરતો જોવા મળ્યો છે. આ ખેલાડી ઘણા લાંબા સમય સુધી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલો હતો અને તેમાં તેણે ઓપનિંગ ખેલાડી તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ તાજેતરમાં ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતાં આ ખેલાડી નિવૃત્તિ જાહેર કરી શકે છે.