ક્રિસ ગેલે રચ્યો ઇતિહાસ, ટી-20 ક્રિકેટમાં 14 હજાર રન પ્રથમ ખેલાડી બન્યો…

ક્રિસ ગેલે ઇતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી-20 મેચમાં 29 રન બનાવી તે જાદુ આંકડા સુધી પહોંચી ગયો છે. તેણે આ મેચમાં 38 બોલમાં 67 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેના દમ પર તેણે ટી-20 ક્રિકેટમાં પોતાના 14 હજાર રન પુરા કર્યા છે.

ક્રિસ ગેલની ગણતરી વિશ્વના મહાન બેટ્સમેનોમાં કરવામાં આવે છે. તેણે વિશ્વના મહાન બોલરોના બોલ પર છક્કા ઉડાવ્યા છે. તે હવે ટી-20 ક્રિકેટમાં 14 હજાર રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. 2016 બાદ ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ગેલની આ પ્રથમ હાફ સેન્ચ્યુરી છે.

ગેલે ઓસ્ટ્રેલિયા સામેની આ ઇનિંગમાં 67 રન બનાવ્યા હતા. તેના દમ પર ઓસ્ટ્રેલિયાને છ વિકેટ થી હરાવી પાંચ મેચની સીરીઝમાં 3-0 થી અજેય લીડ મેળવી લીધી છે. ટી-20 વર્લ્ડ કપમાં ગેલનું સ્થાન લગભગ ફાઇનલ છે. પરંતુ આ વર્ષે તે ઓપનિંગ નહીં પરંતુ નંબર ત્રણ પર બૅટિંગ કરતો નજરે આવશે.

ટી-20 ક્રિકેટમાં ક્રિસ ગેલના બેટથી અત્યાર સુધીમાં 22 સેન્ચ્યુરી અને 87 હાફ સેન્ચ્યુરી નીકળે છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના જ કિરણ પોલાર્ડ 545 મેચમાં 10800 બનાવીને આ યાદીમાં બીજા સ્થાન પર છે. હંમેશા ટી-20 ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝનો દબદબો જોવા મળે છે તેનું સૌથી મોટું કારણ આ બે ખેલાડીઓ છે.

આ ઉપરાંત રન સ્કોરરની વાત કરીએ તો પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિક આ યાદીમાં ત્રીજા સ્થાન પર આવે છે. તેમણે અત્યાર સુધીમાં 425 ટી-20 મેચમાં 10741 રન બનાવ્યા છે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી છે. તેમણે અત્યાર સુધીમાં 310 ટી-20 મેચમાં 9922 રન બનાવ્યા છે. જેમાં પાંચ સેન્ચ્યુરી અને 72 હાફ સેન્ચ્યુરી સામેલ છે.

ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે 141 રન 6 વિકેટના નુકસાન પર બનાવ્યા હતા. રનનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમે 14.5 ઓવરમાં જ આ લક્ષ્યને હાસલ કર્યું હતું. જેમાં ક્રિસ ગેલે 67 રન બનાવી એક ઇતિહાસ રચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *