ચેન્નઇ સુપરકિંગ્સે મેગા ઓક્શનમાં આ 21 ખેલાડીઓને ખરીદ્યા, જાણો કોને મળ્યું સ્થાન…
આઇપીએલ 2022 પહેલા ભવ્ય મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ખેલાડીઓ પર ટીમો દ્વારા બોલી લગાવીને ખરીદી કરવામાં આવ્યા છે. મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ આપ્યા હતા. દરેક ફ્રેન્ચાઇઝીઓએ પસંદગી અનુસાર પોતાની ટીમો પૂર્ણ કરી છે. માર્ચ કે એપ્રિલ મહિનામાં આઇપીએલ 2022ની શરૂઆત થઇ શકે છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઇ સુપરકિંગ્સની વાત કરીએ તો આ ટીમે પહેલાં જ ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા, પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, મોઇન અલી અને ઋતુરાજ ગાયકવાડને રિટેન કર્યા હતા. આ ઉપરાંત બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાંથી કરવામાં આવી છે. ચેન્નઇ સુપરકિંગ્સે ટોટલ 25 ખેલાડીઓની ટીમ બનાવી છે. તો ચાલો જાણીએ કયા ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે.
દીપક ચહર (14 કરોડ), રોબિન ઉથપ્પા (2 કરોડ), અંબાતી રાયડુ (6.75 કરોડ), ડેવોન કોનવે (1 કરોડ), સુભ્રાંશુ સેનાપતિ (20 લાખ), કેએમ આસિફ (20 લાખ), તુષાર દેશપાંડે (20 લાખ), મહીશ થેક્ષાના (70 લાખ), સિમરજીત સિંહ (20 લાખ), એડમ મિલને (1.90 કરોડ), મુકેશ ચૌધરી (20 લાખ), ડ્વેન બ્રાવો (4.40 કરોડ).
શિવમ દુબે (4 કરોડ), રાજવર્ધન હંગરગેકર (1.50 કરોડ), ડ્વેન પ્રિટોરિયસ (50 લાખ), મિશેલ સેન્ટનર (1.9 કરોડ), પ્રશાંત સોલંકી (1.20 કરોડ), એન જગદીસન (20 લાખ), હરિ નિશાંત (20 લાખ), ક્રિસ જોર્ડન (3.6 કરોડ), કે ભગત વર્મા (20 લાખ). આ તમામ ખેલાડીઓને ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા મેગા ઓક્શનમાં ખરીદવામાં આવ્યા છે.
ચેન્નઇ સુપરકિંગ્સના આ 25 ખેલાડીઓમાં 17 ભારતીય અને 8 વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેંગ્લોર ખાતે આયોજીત બે દિવસના આ મેગા ઓક્શનમાં 600 જેટલા ખેલાડીઓ પર બોલી લગાવવા માટે ટીમો વચ્ચે મોટી જંગ ચાલી હતી. જેમાં ઘણા ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા હતા. આ ઉપરાંત ઘણા દિગ્ગજ ખેલાડીઓ પર મોટી બોલી લાગી હતી.
ચેન્નઇ સુપરકિંગ્સ મુંબઇ ઇન્ડિયન્સ બાદ આઇપીએલ ઇતિહાસની સૌથી સફળ ટીમ રહી છે. મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટોટલ 4 ખિતાબ પોતાના નામે કર્યા છે અને ફરી એકવાર આ દિગ્ગજ ખેલાડીઓ સાથે ચેન્નઇ સુપરકિંગ્સ આઇપીએલ 2022માં મેદાન પર રમતી જોવા મળશે.