વર્લ્ડકપમાં ઓપનિંગ જોડીને લઇ કેપ્ટન કોહલીનો મોટો નિર્ણય, જાણો કોણ કરશે ઓપનિંગ…

ટી-20 વર્લ્ડકપમાં ભારતે ઇંગ્લેન્ડ સામે સોમવારે પોતાની પ્રથમ પ્રેક્ટિસ મેચ રમી હતી. ટોસ દરમિયાન ભારતના કેપ્ટન વિરાટ કોહલી દ્વારા એક ચોંકાવનારુ નિવેદન આપવામાં આવ્યું હતું. તેણે કહ્યું હતું કે તે આ વખતે ટી-20 વર્લ્ડકપમાં ઓપનિંગ નહીં કરે.

ટોસ સમયે વિરાટ કોહલીએ ઓપનિંગ જોડી અંગે વાત કરતા કહ્યું કે, આઈપીએલ પહેલા સ્થિતિ અલગ હતી. પરંતુ આઈપીએલમાં કે.એલ.રાહુલનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું હતું અને રોહિત શર્મા તો પહેલેથી જ વર્લ્ડ ક્લાસ પ્લેયર છે. તેથી હું આ વખતે ટી-20 વર્લ્ડકપમાં ત્રીજા નંબર પર બેટિંગ કરીશ.

આઈપીએલ પહેલા વિરાટ કોહલી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે અને રોહિત શર્મા ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરશે. પરંતુ આઈપીએલમાં કે.એલ.રાહુલનું પ્રદર્શન ખૂબ જ સારું હોવાને કારણે તેણે પોતાના નિર્ણય બદલ્યો છે.

વર્લ્ડકપ શરૂ થતા પહેલા ચાહકોના મનમાં એ જ પ્રશ્ન હતો કે રોહિત શર્માની સાથે ઓપનિંગ બેટ્સમેન તરીકે કોણ ઉતરશે? આઈપીએલમાં કે.એલ.રાહુલ અને ઇશાન કિશન જેવા ખેલાડીઓના ઘાતક પ્રદર્શનને કારણે વિરાટ કોહલીએ પોતાનો નિર્ણય બદલ્યો છે. હવે તે ટી-20 વર્લ્ડકપમાં ત્રીજા નંબર પર બેટિંગ કરશે.

વિરાટ કોહલીએ વધુમાં જણાવ્યું કે રોહિત શર્મા વર્લ્ડ ક્લાસ પ્લેયર છે. તેથી તે ઓપનિંગ કરશે. તેની સાથે કે.એલ.રાહુલ ઇનિંગની શરૂઆત કરતો જોવા મળશે કારણ કે તે હાલ ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. આ પહેલા પણ રોહિત શર્મા અને કે.એલ.રાહુલની ઓપનિંગ જોડીએ ઘણું સારું પ્રદર્શન કરી બતાવ્યું છે.

આઈપીએલમાં ઘણા બધા ખેલાડીઓએ સારું પ્રદર્શન કરી લોકોના દિલ જીત્યા છે. કે.એલ.રાહુલ ઉત્તમ ફોર્મમાં ચાલી રહ્યો હોવાને કારણે તે ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ તરફથી ઓપનિંગ કરતો નજરે આવશે. રોહિત શર્માની સાથે કે.એલ.રાહુલ ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરશે. જ્યારે વિરાટ કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *