કેપ્ટન તો શું તું રમવાને પણ લાયક નથી… સતત નિષ્ફળ રહેલ આ ખેલાડીને બહાર કરવાની થઈ માંગ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ બીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ગઈકાલે પૂર્ણ થયો છે અને આજે બીજા દિવસની ભવ્ય શરૂઆત થવાની છે. પ્રથમ દિવસે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને શરૂઆતથી જ દબદબો બનાવ્યો છે. બીજી તરફ એક અન્ય મહત્વપૂર્ણ બદલાવ વિશે સમાચાર પણ સામે આવ્યા છે.

બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દિવસ પૂર્ણ થયા બાદ 6 વિકેટે 336 રન બનાવ્યા છે. હજુ પણ તેઓ બેટિંગ કરી રહ્યા છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ સફળ રહ્યા છે. યશસ્વી જયસ્વાલ હજુ પણ 179 રન પર રમી રહ્યો છે. બીજી તરફ ઘણા ખેલાડીઓ ખરાબ ફોર્મમાં જોવા મળ્યા છે. જેમાંથી આ ખેલાડીને હવે બહાર કરવાની માંગ થઈ છે.

તાજેતરમાં મળેલ માહિતી અનુસાર આ ભારતીય ખેલાડી ફરી એક વખત ટીમ પર બોજ બન્યો છે. તે કેપ્ટન તો શું રમવાને પણ લાયક નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી તે સતત નાના સ્કોર બનાવી રહ્યો છે. જેના કારણે અન્ય ખેલાડીઓ પર પણ તેની અસર પડી રહી છે. આવી સ્થિતિમાં હવે તેને બહાર કરવો જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર કેપ્ટન રોહિત શર્મા ફરી એક વખત ખરાબ શોટ રમીને આઉટ થયો છે. તેણે બીજી ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં 41 બોલમાં માત્ર 14 રન બનાવ્યા છે. છેલ્લા ઘણા સમયથી તે ટેસ્ટ ફોર્મેટમાં નિષ્ફળ રહ્યો છે. બીજી તરફ પ્રથમ ટેસ્ટ મેચમાં તેની ખરાબ કેપ્ટનશીપ અને ખરાબ નિર્ણયોના કારણે ભારતને જીતેલી મેચમાં હારનો સામનો પણ કરવો પડ્યો હતો. જેથી હવે તેની નિવૃત્તિ લેવાનું કહેવામાં આવી રહ્યું છે.

રોહિત શર્મા ઉપરાંત શ્રેયસ ઐયર પણ ફક્ત 27 રન બનાવીને આઉટ થયો છે. તેના પર ઘણો ભરોસો મૂકવામાં આવ્યો પરંતુ તે સતત નિષ્ફળ સાબિત થયો છે. આવી સ્થિતિમાં હવે તેને પણ બહાર કરવો જોઈએ. આવનારી ત્રીજી, ચોથી અને પાંચમી મેચ ભારતીય ટીમના તમામ યુવા ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. જેમાં ઘણા ફેરફારો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *