કેપ્ટન અને કોચ પણ નહીં રાખે દયા! ત્રીજી ટેસ્ટમાંથી આ ઘાતક ખેલાડી થશે બહાર…

ભારત ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં સાઉથ આફ્રિકાનો સામનો કરી રહી છે. તમને જણાવી દઇએ કે આ ટેસ્ટ સીરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો હતો. પરંતુ જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ સાઉથ આફ્રિકાએ જીતીને સિરીઝને એક-એકથી બરાબર કરી દીધી છે.

બીજી ટેસ્ટ મેચ ની વાત કરવામાં આવે તો ભારતીય ટીમના તમામ ખેલાડીઓનું પ્રદર્શન સાધારણ જોવા મળ્યું હતું. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય ટીમ માત્ર 202 રન જ બનાવી શકી હતી. પ્રથમ ઇનિંગમાં સાઉથ આફ્રિકાના બોલરોનું પ્રદુષણ શાનદાર જોવા મળ્યું હતું. તેની બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો ટકી શક્યા નહીં.

તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાની ધરતી પર એકપણ ટેસ્ટ શ્રેણી જીતી નથી. જો ભારતીય ટીમ આ મેચ જીતી ગઇ હોત તો 29 વર્ષમાં પહેલી વખત દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સિરીઝ પર કબજો કરી શક્યું હોત, પરંતુ એક ખેલાડીને ભૂલને કારણે ભારતીય ટીમ હારી ગઇ હોય તેવું લાગી રહ્યું છે.

કેપ્ટન અને કોચ પણ આ ખેલાડીથી ખૂબ જ નારાજ છે. ભારતીય ટીમે બીજી ઇનિંગમાં 60 થી 70 રન ઓછા બનાવ્યા હતા. જેના માટે રિષભ પંતની બેટિંગ જવાબદાર છે. તે પ્રથમ ઇનિંગમાં 17 અને બીજી ઇનિંગમાં ઝીરો રનના સ્કોર પર આઉટ થઇ ગયો હતો. આ દરમિયાન રિષભ પંતે બીજી ઇનિંગમાં ખરાબ શોર્ટ રમીને આઉટ થઇ ગયો હતો. જેના પછી બધા તેના પર નારાજ છે.

રિષભ પંત એક સારો છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. રાહુલ દ્રવિડે કહ્યું કે, રિષભ પંત ખૂબ જ સકારાત્મક ખેલાડી છે. તે એક એવો બેટ્સમેન છે જે માત્ર અમુક ક્ષણોમાં મેચ પલટો કરી શકે છે. તેથી તેની સ્વાભાવિક શૈલીને અમે છીનવી લેવા માંગતા નથી અથવા તેને કોઇ અલગ ક્રિકેટર બનવાનું કહેતા નથી.

રાહુલ દ્રવિડે વધુમાં કહ્યું કે ક્યારે આક્રમક બેટિંગ કરવી અને ક્યારે મુશ્કેલ સમય પસાર કરવો તે નક્કી કરવું જરૂરી છે. અત્યારે તે આ શીખી રહ્યો છે. જોહાનિસબર્ગ ટેસ્ટના બીજા દાવમાં રિષભ પંતે કગિસો રબાડાના ત્રીજા બોલ પર સિક્સર ફટકારવાના ચક્કરમાં વિકેટકીપરને કેસ આપી દીધો હતો. આ પછી તેના બેદરકાર શોર્ટની ખૂબ જ ટીકા થઇ હતી. તેના આ ખરાબ પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે તે ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *