ત્રીજી ટેસ્ટ મેચમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન અને કોના પત્તા કપાશે…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. જેમાં ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો હતો. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે પલટવાર કર્યો છે. સાઉથ આફ્રિકાએ ભારતીય ટીમને બીજી ટેસ્ટ મેચમાં સાત વિકેટે હરાવીને સિરીઝને એક-એકથી બરાબર કરી લીધી છે.

તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં ભારતીય ટીમ એક પણ ટેસ્ટ સિરીઝ આફ્રિકાની ધરતી પર જીતી શકી નથી. તેથી ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચ જીતીને આફ્રિકાની ધરતી પર પહેલી ટેસ્ટ સિરીઝ જીતવા પ્રયત્ન કરશે. તેથી ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચને લઇને કોઇ પણ પ્રકારનો ચાર્જ લેવા માગશે નહીં.

ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં ફેરફાર જોવા મળી શકે છે કારણ કે બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના ઘણા બધા ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની વાપસી થશે તેથી હનુમાન વિહારીને બલિદાન આપવું પડશે. આ સિવાય મોહમ્મદ સિરાજ ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે ટીમમાંથી બહાર થઇ શકે છે.

ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં બે બદલાવો થઇ શકે છે. ઓપનિંગ પ્લેયર તરીકે કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ રમતા નજરે આવશે. જ્યારે ત્રીજા નંબર પર ચેતેશ્વર પુજારાને વધુ એક તક આપવામાં આવશે ચોથા નંબર પર વિરાટ કોહલી જોવા મળશે જ્યારે પાંચમાં નંબર પર ફરી એકવાર રહાણેને તક આપવામાં આવી શકે છે.

નંબર છ પર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તક આપવામાં આવશે. તમને જણાવી દઇએ કે રિષભ પંત આફ્રિકાના પ્રવાસે કંઇ ખાસ પ્રદર્શન બતાવી શક્યો નથી. પરંતુ વિદેશના તેના અનુભવના આધારે તેને તક આપવામાં આવી શકે છે. ટીમના બે ઓલરાઉન્ડર ખેલાડી રવિચંદ્રન અશ્વિન અને શાર્દુલ ઠાકુર નંબર 7 અને 8 પર રમતા જોવા મળશે.

ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે તેના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે આ સિવાય મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ સંભાળશે. ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચવા માગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *