વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં બુમરાહથી પણ વધુ ઘાતક બોલરની ટીમ ઇન્ડિયામાં થશે એન્ટ્રી…
તાજેતરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થઇ છે. ભારતીય ટીમને આ સિરીઝમાં 3-0થી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા પણ ભારતીય ટીમે આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં હાર મેળવી હતી. સાઉથ આફ્રિકા પ્રવાસ ભારતીય ટીમ માટે સદંતર નિષ્ફળ સાબિત થયો છે.
ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માની ગેરહાજરી હોવાને કારણે આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં કેપ્ટન તરીકેની જવાબદારી કેએલ રાહુલને સોંપવામાં આવી હતી. આ સિરીઝમાં કેપ્ટન કેએલ રાહુલની કેપ્ટનશીપ પણ કંગાળ સાબિત થઇ હતી. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ એક પણ મેચ જીતી શકી નહીં.
આગામી સિરીઝમાં રોહિત શર્માની વાપસી થતાની સાથે જ કેટલાક મોટા ફેરફાર થઇ શકે છે. સાઉથ આફ્રિકા સામેના પ્રવાસમાં ટીમ ઇન્ડિયાની બોલિંગ ઘણી નબળી દેખાઇ રહી હતી. આવી સ્થિતિમાં રોહિત શર્મા એક ઝડપી બોલરને ટીમમાં સામેલ કરવા ઇચ્છે છે. રોહિત પાસે ટીમમાં સામેલ કરવા માટે પહેલેથી જ એક શાનદાર ફાસ્ટ બોલર ઉપલબ્ધ છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
રોહિત શર્મા જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને ટેકો આપવા માટે એક ઝડપી બોલરને સામેલ કરવા ઇચ્છે છે. તમને જણાવી દઇએ કે આ બોલર અર્શદીપ સિંહ છે. જેણે પંજાબ કિંગ્સ માટે આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સતત શાનદાર પ્રદર્શન કરનાર આ ખેલાડીને હજુ સુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી. પરંતુ રોહિત શર્મા ટીમને મજબૂત બનાવવા માટે આ ખેલાડીને સામેલ કરી શકે છે.
કેએલ રાહુલના કેપ્ટન બન્યા પછી અર્શદીપસિંહને વન-ડે ટીમમાં તક આપવામાં આવી ન હતી. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યો છે. અર્શદીપ સિંહે આઇપીએલની દરેક સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે આઇપીએલ 2021માં પર્પલ કેપની રેસમાં પણ ચાલી રહ્યો હતો. છેલ્લા થોડા વર્ષોમાં તે ખૂબ જ પ્રસિદ્ધ થયો છે. ડેથ ઓવરમા રન બચાવવાની ક્ષમતા પણ ધરાવે છે. છતાં પણ તેની અવગણના કરવામાં આવી રહી છે.
અર્શદીપસિંહ મર્યાદિત ઓવરની ક્રિકેટમાં ટીમ ઇન્ડિયા માટે ઘણી અજાયબીઓ કરી શકે છે. ભારતીય ટીમને મેચ જીતવા માટે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી સિવાય એક ફાસ્ટ બોલરની જરૂર છે. આવી પરિસ્થિતિમાં આ ખેલાડી ભારતીય ટીમમાં સફળ સાબિત થઇ શકે છે. આ ઘાતક ખેલાડી ભારતીય ટીમમાં જોડાય તો લાંબા સમય સુધી ટીમને ફાયદો મળી શકે તેમ છે.