બુમરાહ-રજત પાટીદાર બહાર, રોહિતે ચોથી મેચ માટે જણાવી પ્લેઇંગ 11, જાણો કોને મળશે સ્થાન…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં પાંચ મેચોની મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ ત્રણેય મેચો હાલમાં પૂર્ણ થઈ છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચી ખાતે શરૂ થવાની છે. બાકીની બંને મેચો ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થવાની છે. હાલમાં પ્રેક્ટિસ પણ શરૂ કરવામાં આવી છે. આ બાબતે હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં આગામી મેચમાં કોને સ્થાન મળશે તે અંગે ઘણી વાતો જણાવી છે. બુમરાહને ફરી એક વખત આરામ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય ઘણા બદલાવ પણ થઈ શકે છે. તો ચાલો આપણે સમગ્ર ટીમ પર એક વખત નજર કરીએ અને જાણીએ કે ચોથી મેચમાં રાંચી ખાતે કોને કોને સામેલ કરવામાં આવી શકે છે અને કોને બહાર કરવામાં આવી શકે છે.

સૌપ્રથમ ઓપનિંગ જોડીની વાત કરીએ તો રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બંને ફરી એક વખત ઇનિંગની શરૂઆત કરતા જોવા મળશે. આ બંને હાલમાં ઘણા સારા ફોર્મમાં જોવા મળ્યા છે. ત્રીજી મેચમાં તે બંનેએ સદી પણ ફટકારી હતી. આવી સ્થિતિમાં આ જોડીને મેદાને ઉતારવામાં આવશે. બીજી તરફ ગિલ ફરી એક વખત નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળશે. તે પણ સારા ફોર્મમાં વાપસી કરી ચૂક્યો છે.

મધ્યમ ક્રમની વાત કરીએ તો રજત પાટીદારને બહાર કરીને તેના સ્થાને રાહુલને નંબર 4 પર સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા પોતે નંબર 5 પર અને સરફરાજ ખાનને નંબર 6 પર સ્થાન આપવામાં આવશે. સરફરાજ છેલ્લા ઘણા સમયથી સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તે પણ ઘણો મહત્વનો રહેશે. આ ઉપરાંત ધ્રુવ જુરેલને વિકેટકીપર બેટ્સમેન તરીકે નંબર 7 પર સ્થાન આપવામાં આવશે.

બોલિંગ લાઇનની વાત કરીએ તો રવિચંદ્રન અશ્વિનને મુખ્ય અશ્વિન ઓલ રાઉન્ડર તરીકે સ્થાન આપવામાં આવશે.આ ઉપરાંત ફાસ્ટ બોલરો તરીકે મોહમ્મદ સિરાજ અને મુકેશ કુમારને સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત કુલદીપ યાદવને પણ સામેલ કરવામાં આવશે. ભારતીય ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *