બુમરાહ, રાહુલ કે પંત! કોણ બનશે ભારતીય ટીમનો કેપ્ટન? રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો…

ભારતીય ટીમ હાલમાં શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવા જઇ રહી છે. આ ઉપરાંત શ્રીલંકા સામે બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે. આ બંને સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી છે. આ પહેલા ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે અને ટી-20 સિરીઝમાં બધી મેચો જીતીને જબરદસ્ત વિજય મેળવ્યો છે.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્માએ ભારતીય ટીમની કમાન સંભાળ્યા પછી ભારતીય ટીમ એક પણ મેચ હાર્યું નથી. શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ શરૂ થાય તે પહેલા રોહિત શર્મા દ્વારા એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેણે મોટા ખુલાસાઓ કર્યા છે.

હાલમાં ભારતીય ટીમમાં રિષભ પંત, કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહ આ ત્રણ ખેલાડીઓ ખૂબ જ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય ટીમ માટે આ ખૂબ જ અગત્યના ખેલાડીઓ છે. આ ઉપરાંત રોહિત શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ખેલાડી આગામી સમયે ભારતીય ટીમની કમાન સંભાળી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

શ્રીલંકા સિરીઝ પહેલાં રોહિત શર્માએ જણાવ્યું હતું કે જસપ્રીત બુમરાહને આ સિરીઝમાં વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેણે કહ્યું કે બેટ્સમેન હોય કે બોલર નેતૃત્વની ભૂમિકામાં તેનાથી કોઇ ફરક પડતો નથી. બુમરાહનું ક્રિકેટ તરફ વધારે આકર્ષણ છે. તેથી તેનો ફાયદો ઉઠાવો જરૂરી છે. આ ઉપરાંત તે નેતૃત્વની ભૂમિકામાં વધારે સારો દેખાવ કરી શકે છે.

રોહિત શર્માની ઉંમર હાલમાં 34 વર્ષની છે. ઉંમર વધવાને કારણે થોડા વર્ષો પછી તે નિવૃત્તિની જાહેરાત પણ કરી શકે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમને ભવિષ્યની તૈયારી કરવી ખૂબ જરૂરી છે. રોહિત શર્મા બાદ જસપ્રીત બુમરાહ ટીમની કમાન સારી રીતે સંભાળી શકે છે, તેવું ઘણા દિગ્ગજ ખેલાડીઓનું માનવું છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં જસપ્રીત બુમરાહ બહાર હતો ત્યારે તેના સ્થાને રિષભ પંતને વાઇસ કેપ્ટનની ભૂમિકા આપવામાં આવી હતી, પરંતુ શ્રીલંકા સામેની સિરીઝમાં તે પરત ફરતા ફરી એક વખત તેને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આવનારા સમયમાં આ ઘાતક ખેલાડી ભારતીય ટીમને વર્લ્ડકપ પણ અપાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *