બુમરાહ ત્રીજી મેચમાંથી બહાર, રોહિતે તાત્કાલિક વર્લ્ડ કપમાં હીરો બનેલ આ ખેલાડીને બોલાવ્યો રાજકોટ…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વિશાખાપટ્ટનમ ખાતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ રમી રહી હતી. આ બીજી ટેસ્ટ મેચમાં ભારતે ભવ્ય વિજય મેળવ્યો છે અને આ સિરીઝમાં ઇંગ્લેન્ડ સાથે 1-1ની બરાબરી કરી લીધી છે. હવે આ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમવા માટે તમામ ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા છે. આ પહેલાં એક અન્ય સમાચાર સામે આવ્યા છે.

બીજી ટેસ્ટ મેચમાં આપણે જોયું હતું કે ભારતીય ફાસ્ટ બોલર બુમરાહ દ્વારા 9 વિકેટ લેવામાં આવી હતી. તે મેન ઓફ ધ મેચ બન્યો હતો પરંતુ લાંબા સમયથી ટીમ સાથે જોડાયેલો હતો. આવા કારણોસર ત્રીજી મેચ માંથી તેને આરામ આપવામાં આવ્યો છે. તે હવે ત્રીજી મેચમાં રમતો જોવા મળશે નહીં તે નક્કી છે. આવી સ્થિતિમાં રોહિતે તાત્કાલિક વર્લ્ડ કપમાં હીરો બનેલ આ ખેલાડીને રાજકોટ બોલાવ્યો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર રોહિતે તાત્કાલિક બુમરાહનું સ્થાન લેવા માટે આ ખેલાડીને રાજકોટ બોલાવ્યો છે. તે ટૂંક સમયમાં જ ટીમ સાથે જોડાશે. તેના માટે આ મેચો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. અત્યાર સુધી તે મુખ્ય બોલર તરીકે ઘણું સારું પ્રદર્શન કરી ચૂક્યો છે. તેની કિસ્મત અચાનક જ ચમકી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ફાસ્ટ બોલર કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ફરી એક વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રથમ મેચમાં તે રમતો જોવા મળ્યો હતો પરંતુ બીજી મેચમાંથી તેને બહાર કરવામાં આવ્યો હતો. હવે ફરી એક વખત બુમરાહ ન હોવાના કારણે તેને તાત્કાલિક મેદાને બોલાવવામાં આવ્યો છે. તે ટૂંક સમયમાં તમામ ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ પણ કરતો જોવા મળશે.

મોહમ્મદ સિરાજ વનડે વર્લ્ડ કપમાં ઘાતક ફોર્મમાં જોવા મળ્યો હતો. એશિયા કપમાં પણ તેણે ધમાલ મચાવી હતી. હાલમાં ટેસ્ટ ફોર્મેટમાં પણ તે ઘણી વિકેટો લઈ રહ્યો છે. જેથી આગામી ત્રીજી અને ચોથી મેચમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. એક મુખ્ય બોલર તરીકે તે ભારતીય ટીમને જીત પણ અપાવી શકે છે. તેનામાં અન્ય ઘણી આવડત પણ રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *