બુમરાહે ખોલ્યું દિલ, કહ્યું- મેં ભલે 9 વિકેટ લીધી પરંતુ આ ભારતીય ખેલાડી છે અસલી ગેમ ચેન્જર…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. આ મેચમાં ભારતીય ટીમને 196 રને જબરદસ્ત જીત મેળવી છે. આ સાથે જ આ સિરીઝમાં 1-1ની બરાબરી કરી છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ બીજી મેચમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. આ મેચમાં જીત મેળવ્યા બાદ ભારતીય સ્ટાર વાઇસ કેપ્ટન બુમરાહ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.

બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો પ્રથમ દાવ બાદ ભારત પાસે 143 રનની લીડ હતી. ત્યારબાદ ભારતીય બીજા દાવમાં 255 રન બનાવ્યા અને ઇંગ્લેન્ડની ટીમને જીત મેળવવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેઓ ફક્ત 292 રન બનાવી શક્યા છે. જેથી ભારતને જીત મળી છે. આ મેચમાં બુમરાહે 9 વિકેટ લીધી અને ગેમ ચેન્જ કરી છે છતાં પણ તેણે પોતાને નહીં પરંતુ આ ખેલાડીને ગેમ ચેન્જર ગણાવ્યો છે.

બુમરાહે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મે ભલે 3 વિકેટ લીધી પરંતુ આ પહેલા આ ખેલાડીએ ગેમ ચેન્જ કરી હતી. ત્યાંથી જ મેચ પલટો થયો હતો. ઇંગ્લેન્ડની ટીમ ભારત પર ભારે પડી રહી હતી પરંતુ આ ખેલાડીના સારા પ્રદર્શનના કારણે ભારતીય ટીમને આજે જીત મળી છે. તે ફરી એક વખત ગેમ ચેન્જર બન્યો છે. તો ચાલો જાણીએ આ ભારતીય ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે બુમરાહે મેચ પૂર્ણ થયા બાદ અશ્વિનના ખૂબ વખાણ કર્યા છે. તે e જણાવ્યું હતું કે જ્યારે બીજા દાવની શરૂઆત થઈ ત્યારે અશ્વિને પહેલી વિકેટ અપાવી હતી. ત્યારબાદ ચોથા દિવસની શરૂઆતમાં પણ અશ્વીને કમાલ કર્યા હતા. અશ્વિન આજે પોતાની 18 ઓવર દરમિયાન 72 રન આપ્યા હતા અને 3 વિકેટ લીધી હતી. તેણે 2 મેડન ઓવર પણ ફેંકી હતી.

બુમરાહે વધુમાં જણાવ્યું કે અશ્વિને ફરી એક વખત તેના અનુભવનો ઉપયોગ કરીને ભારતીય ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. તેની 3 વિકેટના કારણે જ ભારતને આગળ વધવામાં સરળતા રહી હતી. ત્યારબાદ બાકીના તમામ ખેલાડીઓ પણ વિકેટો લીધી હતી. હવે આગામી ત્રીજી, ચોથી અને પાંચમી ત્રણેય મેચોમાં જીત મળે તેવી આશા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *