બ્રેકિંગ ન્યુઝ, આ ઘાતક ભારતીય ખેલાડી બનશે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો નવો કોચ…

થોડા સમય પહેલા વિશ્વ ક્રિકેટની તમામ ટીમો ભારતના ઘર આંગણે વન-ડે વર્લ્ડ કપ 2023ની મેચો રમતી જોવા મળી હતી. આ વર્લ્ડ કપ થોડા સમય પહેલા જ પૂર્ણ થયો છે. આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે જબરદસ્ત જીત મેળવી છે. હવે તમામ ટીમોએ ટી-20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત હાલમાં અન્ય મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમની વાત કરીએ તો વર્લ્ડ કપ 2023 દરમિયાન તેઓનું પ્રદર્શન ખૂબ જ નિરાશા જનક રહ્યું હતું. તેઓ સેમી ફાઇનલમાં પહોંચી શકી નહોતી અને પોતાના દેશ પરત ફરી હતી. પરત ફરતાની સાથે જ બાબરા આઝમે કેપ્ટન પદેથી રાજીનામું પણ આપ્યું હતું. બીજી તરફ હાલમાં તેઓ નવા કોચની શોધમાં પણ છે. આ બધાની વચ્ચે આ ભારતીય ખેલાડી નવો કોચ બનવા માટે તૈયાર થયો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ભારતીય ટીમનો આ ઘાતક ખેલાડી પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કોચ બનવા માટે તૈયાર થયો છે. અત્યાર સુધી તે વિશ્વની દરેક પીચ ઉપર ઘણી સારી રમત રમી ચૂક્યો છે. તેના કારણે ઘણી જીત પણ મળી છે. બીજી તરફ કોચિંગમાં પણ તે સફળતા જોવા મળ્યો છે. હાલમાં સમગ્ર મામલો આવ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય દિગ્ગજ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અજય જાડેજાએ તાજેતરમાં પાકિસ્તાનના કોચ બનવા વિશે ઘણી વાત કહી છે. તેણે જણાવ્યું હતું કે વર્લ્ડ કપમાં મેં અફઘાનિસ્તાનની ટીમમાં મેન્ટરશીપની ભૂમિકા ભજવી હતી. જો હવે મને પાકિસ્તાનની ટીમમાં પણ તક મળશે તો હું કોચિંગ કરીશ પાકિસ્તાનની ટીમને પણ હું મજબૂત બનાવી શકું છું.

અજય જાડેજાએ અફઘાનિસ્તાનની ટીમને ઘણી મજબૂત બનાવી હતી અને પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે પહોંચાડી હતી. તેઓએ ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે જીત પણ મેળવી હતી. આગામી સમયમાં આ બાબતે અપડેટ આપવામાં આવશે. આગામી વર્લ્ડકપ પહેલા દરેક ટીમોની મેનેજમેન્ટ ટીમમાં પણ બદલાવ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *