બ્રેકિંગ ન્યુઝ, શ્રેયસ ઐયર સહિત આ 3 ખેલાડીઓ ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. આ મેચ હાલમાં પૂર્ણ થઈ છે. ભારતે 106 રને આ મેચમાં જીત મેળવી છે. ઇંગ્લેન્ડની ટીમ ફરી એક વખત ભારતની ધરતી પર હાર મેળવતી જોવા મળી છે. હાલમાં આ બંને ટીમો 1-1ની બરાબરીથી આગળ ચાલી રહી છે. હવે ત્રીજી મેચ રાજકોટ ખાતે રમાવાની છે. આ પહેલા એક અન્ય સમાચાર સામે આવ્યા છે.

પ્રથમ ટેસ્ટ મેચમાં આપણે જોયું હતું કે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં ભારતને જીત મળી પરંતુ મેચ દરમિયાન ઘણી મુસીબતોનો સામનો પણ કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં હવે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ત્રીજી ટેસ્ટ મેચમાં મોટા બદલાવો સાથે મેદાને ઉતરશે તે નક્કી છે. તે શ્રેયસ સહિતા ત્રણ ખેલાડીઓને બહાર કરશે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર હવે બહાર થઈ શકે છે. બીજી મેચના પ્રથમ દાવમાં તે ફક્ત 27 રન બનાવીને આઉટ થયો હતો. બીજી તરફ બીજા દાવમાં તે ફક્ત 29 રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા પ્રથમ મેચમાં પણ કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. આવી સ્થિતિમાં હવે તેને બહાર કરવામાં આવશે તે નક્કી છે. તેના કારણે મીડલ ઓર્ડરમાં પણ ઘણું નુકસાન થઈ રહ્યું હતું. જેથી હવે દયા રાખવામાં આવશે નહીં.

આ ઉપરાંત ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતને પણ બહારનો રસ્તો બતાવવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી તેને તક મળી રહી છે પરંતુ તે સફળ રહ્યો નથી. હાલમાં બીજી મેચના પ્રથમ દાવમાં તેણે 17 રન બનાવ્યા હતા અને બીજા નવમાં તે 6 રન બનાવીને આઉટ થયો છે. તે એક પણ મોટો સ્કોર બનાવી શક્યો નથી. જેથી હવે તેને પણ બહારનો રસ્તો બતાવવામાં આવશે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત મુકેશ કુમાર પર બહાર થઈ શકે છે. તે પણ વિકેટ લેવામાં નિષ્ફળતા બતાવતો જોવા મળ્યો છે. બીજી તરફ જાડેજાની એન્ટ્રી થવાની છે. જેથી મુકેશ કુમારને પણ બહાર થવું પડશે. આ ત્રણ મોટા બદલાવો સાથે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ત્રીજી મેચ રમવા માટે રાજકોટના મેદાન પર જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *