બ્રેકિંગ ન્યુઝ, શ્રેયસ ઐયર સહિત આ 3 ઘાતક ખેલાડીઓ ઇંગ્લેન્ડ સિરીઝમાંથી થયા બહાર , સીધા IPLમાં કરશે એન્ટ્રી…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ બંને મેચો તાજેતરમાં પૂર્ણ થઈ છે. ભારતને પ્રથમ મેચમાં હાર મળી હતી પરંતુ બીજી મેચમાં હાલમાં જીત મળી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે. હાલમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે પરંતુ આ પહેલા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં છેલ્લા ઘણા સમયથી ખેલાડીઓની ઇજાને કારણે બદલાવો જોવા મળ્યા છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પણ ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા છે અને બહાર થયા છે. આ બાબતે તાજેતરમાં ભારતીય ટીમના પસંદગીકાર અજીત અગરકર દ્વારા એક મહત્વનું અપડેટ આપવામાં આવ્યું છે. તો ચાલો આપણે જાણીએ કે કયા કયા ખેલાડીઓ બાકીની મેચોમાંથી બહાર થયા છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર હાલમાં જ બહાર થયો છે. તેની પીઠના ભાગે અચાનક દુખાવો થયો હતો. જેથી મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે. તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને તેને બાકીની ત્રણેય મેચોમાંથી બહાર કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી તે ખરાબ ફોર્મમાં પણ જોવા મળ્યો છે જેથી તેને આરામ કરવો પણ ખૂબ જરૂરી છે.

આ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ એક પણ મેચમાં સ્થાન આપવામાં આવશે નહીં. એવા અહેવાલો સામે આવ્યા હતા કે શમીને બાકીની ત્રણેય મેચોમાં સામેલ કરવામાં આવશે પરંતુ તે હજુ પણ સ્વસ્થ થયો નથી. જેથી તેને પણ આરામ આપવાનું કહેવામાં આવ્યું છે. ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને અત્યારથી જ દરેક ખેલાડીઓની ફિટનેસ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવી રહ્યા છે.

આ બંને ખેલાડીઓ તેણે વિરાટ કોહલી વિશે પણ ઘણી વાતો કહી છે. વિરાટ કોહલી હાલમાં રમવા માટે સ્વસ્થ છે પરંતુ તે પોતાના અંગત કારણોસર આરામ કરવા ઇચ્છે છે. પ્રથમ બંને મેચોમાં તે જોવા મળ્યો નહોતો અને ત્રીજી મેચમાં પણ તેણે રમવાનો ઇનકાર કર્યો છે. આવી સ્થિતિમાં તે બાકીની મેચોમાંથી પણ બહાર થઈ શકે છે. આ એક ખરાબ બાબત પણ ગણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *