બ્રેકિંગ ન્યુઝ, રોહિત પોતે થયો ઇજાગ્રસ્ત, ત્રીજી મેચમાં આ ગુજરાતી ખેલાડી કરશે કેપ્ટનશિપ…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટ ખાતે શરૂ થવાની છે. આજથી ભારતીય ટીમના તમામ ખેલાડીઓએ રાજકોટ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ મેચ ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થાય તેમ છે પરંતુ આ મેચ શરૂ થાય તે પહેલા જ હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ ખરાબ સમાચાર સામે આવ્યા છે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા છે અને ટીમમાંથી બહાર થયા છે. ભારતીય ટીમને અત્યાર સુધી ઘણું નુકસાન થયું છે. ઘણી મહત્વની મેચમાં હારનો સામનો પણ કરવો પડ્યો છે. તાજેતરમાં પણ આવા જ એક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ સેશનના પ્રથમ દિવસે જ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો છે. આવી સ્થિતિમાં તાત્કાલિક આ ખેલાડીને નવા કેપ્ટન તરીકે તૈયાર કરવામાં આવ્યો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર જો રોહિત શર્મા ઇજા માંથી વાપસી નહીં કરે તો આ ગુજરાતી ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવશે. અત્યાર સુધી તે કેપ્ટનશીપ કરીને ઘણો સફળ રહી ચૂક્યો છે. બીજી તરફ તે વિશ્વની દરેક પીચ ઉપર રમવાનો અનુભવ ધરાવે છે. તે એકલા હાથે મેચ જીતાડવાની તાકાત પણ ધરાવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી સ્ટાર ભારતીય ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે જો રોહિત સ્વસ્થ નહીં હોય તો ભારતીય સ્ટાર બોલર જસપ્રિત બુમરાહને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી તે વાઈસ કેપ્ટન તરીકે સફળ રહ્યો છે. તે ઘણી વખત કેપ્ટનશિપ કરતો પણ જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં તેને આ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. તેને આ સોનેરી તક મળી શકે છે. હાલમાં જ આ સમગ્ર અપડેટ સામે આવ્યો છે.

બુમરાહ છેલ્લા ઘણા સમયથી ટેસ્ટ ટીમમાં સારા ફોર્મમાં જોવા મળ્યો છે. હાલમાં જ બીજી ટેસ્ટ મેચમાં તેણે 9 વિકેટ લીધી હતી અને ગેમ પલટો કર્યો હતો. હવે ત્રીજી મેચમાં પણ તે રમતો જોવા મળી શકે છે. ભારતીય ટીમમાં તે ઘણા બદલાવો કરી શકે છે. રોહિત શર્મા સ્વસ્થ થાય તે ખૂબ જરૂરી છે. આગામી સમયમાં તેની ઈજા વિશે અપડેટ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *