બ્રેકિંગ ન્યુઝ, રોહિતે કરી જાહેરાત, 301 રન બનાવનાર આ ખેલાડી બીજી ટેસ્ટ મેચમાં કરશે ડેબ્યૂ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે થોડા સમય પહેલા પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. હૈદરાબાદ ખાતે રમાઈ રહેલ આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે શરૂઆતથી જ ભારત પર દબાણ બનાવ્યું છે અને 1-0ની લીડ પ્રાપ્ત કરી છે. હવે બીજી મેચ શરૂ થવાની છે પરંતુ આ પહેલા ભારતીય સ્ટાર કેપ્ટન રોહિત શર્માએ એક મહત્વનું અપડેટ પણ આપ્યું છે.

પ્રથમ ટેસ્ટ મેચમાં આપણે જોયું હતું તે પ્રથમ દાવ દરમ્યાન ભારતીય ટીમ ઘણા સારા ફોર્મમાં જોવા મળી હતી. ભારત પાસે 190 રનની લીડ હતી પરંતુ બીજા દાવમાં ઘણા ખેલાડીઓના ખરાબ પ્રદર્શનના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં રોહિત હાલમાં બદલાયેલી ટીમ સાથે ઉતરવા ઇચ્છે છે. તેણે તાત્કાલિક 301 રન બનાવનાર ખેલાડીને વિશાખાપટ્ટનમ બોલાવ્યો છે.

રોહિત શર્માએ તાજેતરમાં જણાવ્યું છે કે ત્રેવડી સદી ફટકારનાર આ ખેલાડી હાલમાં ટીમ સાથે જોડાઈ ચૂક્યો છે. તે બીજી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ પણ કરી શકે છે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેના ઘાતક પ્રદર્શનના કારણે હાલમાં તેને સોનેરી તક મળી હોય તેવું પણ કહી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનને તાજેતરમાં વિશાખાપટ્ટનમ બોલાવવામાં આવ્યો છે અને બીજી ટેસ્ટ મેચમાં સામેલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં તે ઘણા મોટા વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યો છે થોડા સમય પહેલા તેણે 301 રન પણ બનાવ્યા હતા.આ ઉપરાંત 24 સદી ફટકારી ચૂક્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ તેના ઘણા મોટા રેકોર્ડ છે.

સરફરાઝ ખાન હવે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં રમતો જોવા મળી શકે છે. રાહુલ નહોવાના કારણે તેને વિકેટકીપરની જવાબદારી સોંપવામાં આવી શકે છે. હાલમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ સમગ્ર માહિતી આપવામાં આવી છે. રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ ની મુશ્કેલીઓ દૂર થાય તે માટે ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *