બ્રેકિંગ ન્યૂઝ, રાહુલ દ્રવિડે કહ્યું- રવિન્દ્ર જાડેજા થશે બહાર, આ ગુજરાતી ખેલાડી પ્રથમ ટેસ્ટ મેચમાં કરશે એન્ટ્રી…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ હાલમાં અફઘાનિસ્તાન સામે ટી-20 સિરીઝ રમી રહી હતી. આ સિરીઝ હાલમાં જ પૂર્ણ થઈ છે. ભારતીય ટીમ ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ સીરીઝની પ્રથમ મેચનું આયોજન હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું છે. હાલમાં તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. બીજી તરફ રાહુલ દ્રવિડે એક મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું છે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને હેડકોચ રાહુલ દ્રવિડ બંને ટીમને સેટ કરવા માટે અલગ અલગ ખેલાડીઓને સ્થાન આપી રહ્યા હતા. રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો તે પહેલેથી ખૂબ જ મહત્વનો સાબિત થયો છે પરંતુ તેની કરતાં પણ આ ઘાતક ખેલાડી હાલમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. જેથી તે જાડેજા માટે કાળ બન્યો છે. આ બાબતે રાહુલ દ્રવિડે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

રાહુલ દ્રવિડે તાજેતરમાં ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે રવિન્દ્ર જાડેજા પાસે ઘડી આવડત રહેલી છે પરંતુ આ ગુજરાતી ખેલાડી હાલમાં સારા ફોર્મમાં જોવા મળ્યો છે. જેથી તેને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. આ નિર્ણય પીચ પર રહેલો છે. તે પહેલેથી અંદર બહાર થતો આવ્યો છે. જેથી હવે તેને કાયમી સ્થાન પણ મળી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડે તાજેતરમાં અક્ષર પટેલને સ્થાન આપવાની વાત કહી છે. તેણે જણાવ્યું હતું કે અક્ષર પટેલ હાલમાં અફઘાનિસ્તાન સામે સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. તે પહેલેથી જાડેજાના કારણે બહાર થયો છે. સારા ફોર્મમાં હોવા છતાં પણ તે બેન્ચ પર બેઠેલો જોવા મળ્યો છે. હવે તેને પણ તક આપવામાં આવશે. તે પણ મેચ પલટો કરીને ગેમ જીતાડવા માટે જાણીતો છે.

અક્ષર પટેલ છેલ્લા ઘણા સમયથી સતત પ્લેયર ઓફ ધ મેચ બનતો જોવા મળ્યો છે. તે ત્રણેય ફોર્મેટનો બાદશાહ કહેવાય છે. આવી સ્થિતિમાં ઘર આંગણે તેને શરૂઆતમાં જ તક આપવામાં આવી શકે છે. હાલમાં જ સમગ્ર મામલો સામે આવતા જાડેજાની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં મોટા બદલાવો જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *