બ્રેકિંગ ન્યુઝ, પુજારા-રહાણે બહાર, BCCIએ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે 16 સભ્યોની કરી જાહેરાત, જાણો કોને મળ્યુ સ્થાન…

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હાલમાં ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાઈ રહી છે. આ સીરીઝ 17 જાન્યુઆરી સુધી રમાવાની છે. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમ ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ ટેસ્ટ સીરીઝ દરેક યુવા ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. આ બાબતે હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ માટે 16 ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બુમરાહ અને સિરાજ સેવા ખેલાડીઓને ફરી એક વખત સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ ઘણા ખેલાડીઓ બહાર પણ થયા છે. તો ચાલો આપણે જાણીએ કે આ વખતે કોને કોને સ્થાન આપવામાં આવ્યું છે અને કોને બહાર કરવામાં આવ્યા છે.

સૌપ્રથમ બેટિંગ લાઇનની વાત કરીએ તો રોહિત શર્મા, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યરને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ ખેલાડીઓ ફરી એક વખત ઘર આંગણે ધમાલ મચાવતા જોવા મળશે. વિકેટકીપિંગની વાત કરીએ તો કેએલ રાહુલ, કેએસ ભરત અને ધ્રુવ જુરેલને સામેલ કરવામાં આવ્યા છે. ફરી એક વખત ઈશાન કિશનને બહાર કરવામાં આવ્યો છે.

ઓલ રાઉન્ડર ખેલાડીઓની વાત કરીએ તો રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્પીન બોલર તરીકે કુલદીપ યાદવને સામેલ કરવામાં આવ્યા છે. ફાસ્ટ બોલરોની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ, આવેશ ખાન, મુકેશ કુમાર અને જસપ્રીત બુમરાહને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ ખેલાડીઓ ઘણા મહત્વના રહેશે.

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન) અને અવેશ ખાન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *