બ્રેકિંગ ન્યુઝ, ચેતેશ્વર પુજારા નહીં પરંતુ 151 રન બનાવનાર આ ખેલાડીને કોહલીના રિપ્લેસમેન્ટ તરીકે મળશે સ્થાન…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી હૈદરાબાદ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાવાની છે. હાલમાં બંને ટીમોના તમામ ખેલાડીઓ હૈદરાબાદ ખાતે આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ મેચો રમતા જોવા મળ્યા છે. બંને ટીમના તમામ ખેલાડીઓ માટે પ્રથમ બંને મેચો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે પરંતુ પ્રથમ મેચ પહેલા જ ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ બંને મેચોમાં રમતો જોવા મળશે નહીં. તેણે થોડા દિવસો પહેલા બીસીસીઆઇ પાસે રજા માંગી હતી. પોતાના અંગત કારણોસર તે હાલમાં પોતાના ઘેર પહોંચ્યો છે. આવી સ્થિતિમાં તે પ્રથમ બંને મેચોમાં રમતો જોવા મળશે નહીં. જેના કારણે બેટિંગ લાઈનમાં બદલાવો થશે. તેનું સ્થાન લેવા માટે હાલમાં 151 રન બનાવનાર આ ખેલાડીને પસંદ કરવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ચેતેશ્વર પુજારા નહીં પરંતુ આ સુપર સ્ટાર ખેલાડી કોહલીના રિપ્લેસમેન્ટ તરીકે ભારતીય ટીમમાં એન્ટ્રી કરતો જોવા મળશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને આવો નિર્ણય લેવામાં આવ્યો છે. પુજારાની વધતી ઉમરના કારણે હવે તેને સ્થાન મળશે નહીં. જેથી હવે આ ખેલાડીને તક આપવામાં આવશે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન રજત પાટીદાર કોહલીના રિપ્લેસમેન્ટ તરીકે સ્થાન મેળવી શકે છે. હાલમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલ મેચમાં તેણે 151 રન બનાવ્યા છે. આ ઉપરાંત જીત પણ અપાવી છે. છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં તે મોટા રેકોર્ડ બનાવતો આવ્યો છે. આવી સ્થિતિમાં કોહલીના રિપ્લેસમેન્ટ તરીકે હવે તેને મુખ્ય ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.

રજત પાટીદાર થોડા સમય પહેલા વનડે અને ટી-20 ફોર્મેટમાં પણ ભારતીય ટીમમાં જોવા મળ્યો હતો. હવે ટેસ્ટ ટીમમાં તેને તક મળી શકે છે. પુજારા અને રહાણે જેવા ખેલાડીઓ હવે કાયમી માટે બહાર થયા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ આ સમગ્ર મામલો સામે આવતા ફરી એક વખત ખેલાડીઓને સ્થાન બાબતે વિવાદ ઉભો થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *