બ્રેકિંગ ન્યુઝ, MS ધોનીએ કર્યો ધડાકો, IPL 2024માં આ ગુજરાતી ખેલાડી કરશે ચેન્નાઇની કેપ્ટનશિપ…

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સિરીઝ 11 માર્ચના રોજ પૂર્ણ થવાની છે. ત્યારબાદ 22 માર્ચથી આઇપીએલ 2024 શરૂઆત થવાની છે. તાજેતરમાં શિડ્યુલની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા હરાજીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ છે. આ ઉપરાંત હાલમાં એક અન્ય સમાચાર સામે આવ્યા છે.

ચેન્નાઇ સુપર કિંગ્સની વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન તરીકે જોવા મળ્યો છે. આ તેની છેલ્લી સીઝન હોઈ શકે છે. આવા કારણોસર તે અત્યારથી જ નવા કેપ્ટનને સેટ કરી રહ્યો છે. આ બાબતે હાલમાં સીએસકેના સીઈઓ કાશી વિશ્વનાથ અને ધોની દ્વારા એક મહત્વનું અપડેટ આપવામાં આવ્યું છે. તેણે આ ગુજરાતી ખેલાડીને નવો કેપ્ટન બનાવવાનું નક્કી કર્યું છે.

હાલમાં મળેલ જાણકારી અનુસાર આઇપીએલ 2024માં આ ગુજરાતી ખેલાડી ચેન્નઈની તમામ સંભાળતો જોવા મળશે. તે ફરી એક વખત મોટા રેકોર્ડ બનાવી શકે છે. તેનામાં અન્ય ઘણી આવડતો પણ રહેલી છે. તે બોલિંગ અને બેટિંગ બંનેમાં પાવરફુલ છે. આ ઉપરાંત વિશ્ર્વની દરેક પીંચ પર રમી ચુક્યો છે. તેની પાસે ઘણો અનુભવ છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે સીએસકેના સીઈઓ દ્વારા જણાવ્યા અનુસાર રવિન્દ્ર જાડેજાને ફરી એક વખત કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ધોની નિવૃત્તિ લે તે પહેલા જાડેજાને કેપ્ટન તરીકે સેટ કરવાના પ્રયત્નો થશે. આવી સ્થિતિમાં આ સિઝનમાં તેને કમાન મળી શકે છે. આ સંપૂર્ણ નિર્ણય મહેન્દ્રસિંહ ધોની પર રહેલો છે. રવિન્દ્ર જાડેજા ઘણા લાંબા સમયથી ચેન્નઈ તરફથી રમતો આવ્યો છે.

રવિન્દ્ર જાડેજાને ગઈ સિઝનમાં કમાન સોંપવામાં આવી હતી પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. હવે ફરી એક વખત તેને તક મળી શકે છે. તે સોનેરી તકનો ફાયદો ઉઠાવીને લાંબા સમય સુધી નવો કેપ્ટન બની શકે છે. હાલમાં જ આ સમગ્ર અપડેટ સામે આવ્યું છે. આઇપીએલ 2024 આગામી વર્લ્ડકપ પહેલા ખૂબ જ અગત્યની સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *