બ્રેકિંગ ન્યુઝ, જસપ્રિત બુમરાહ ચોથી મેચમાંથી બહાર, 196 વિકેટ લેનાર આ ખેલાડી કરશે ડેબ્યુ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 434 રનના મોટા અંતરથી જબરદસ્ત જીત મેળવી છે. હવે આગામી ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીના રોજ રાંચી ખાતે શરૂ થવાની છે. હાલમાં તમામ ખેલાડીઓ રાંચી આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ એક અન્ય બદલાવો અંગે સમાચાર પણ સામે આવી ચુક્યા છે.

પ્રથમ ત્રણેય મેચોમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમની બોલિંગ લાઈન ઘણી કડક જોવા મળી હતી. જસપ્રિત બુમરાહની વાત કરીએ તો તેણે ઘણી વિકેટો લીધી છે. તેણે જીત પણ અપાવી છે પરંતુ હવે તે ચોથી ટેસ્ટ મેચમાં રમતો જોવા મળશે નહીં. હાલમાં જ સતત વર્કલોડને ધ્યાનમાં રાખીને તેને બહાર કરવામાં આવ્યો છે. બીજી તરફ તેને બહાર કરીને 196 વિકેટ આ લેનાર ખેલાડીને સ્થાન આપવાની વાત કરી છે.

બુમરાહ બહાર થવાના કારણે તેનું સ્થાન લેવા માટે ઘણા ખેલાડીઓ દાવેદાર છે પરંતુ હવે આ ખેલાડીને ડેબ્યુ કરવાની તક આપવામાં આવી શકે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં આ બાબતની ચર્ચા પણ થઈ છે. તેની કિસ્મત અચાનક જ ચમકી હોય તેવું કહી શકાય છે. હાલમાં જ તેને પ્રેક્ટિસમાં મેદાને ઉતારવામાં આવ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બોલર આકાશ દીપ હવે રમતો જોવા મળી શકે છે. અત્યાર સુધી તે ડોમેસ્ટિક ક્રિકેટમાં 196 વિકેટ લઈ ચૂક્યો છે. આ પદ માટે મુકેશ કુમાર પણ દાવેદાર છે. હાલમાં પ્રેક્ટિસમાં આકાશ દીપને ઉતારવામાં આવ્યો છે. જેથી તેને સ્થાન મળશે તેવું લાગી રહ્યું છે. પસંદગીકારોએ ડોમેસ્ટિક ક્રિકેટના પ્રદર્શનના આધારે તેને હાલમાં આ સિરીઝમાં સ્થાન આપ્યું છે.

આકાશ દીપ સોનેરી તકનો ફાયદો ઉઠાવીને ઘણી વિકેટો લઈ શકે છે. બીજી તરફ કાયમી સ્થાન બનાવવાનો દાવો પણ કરી શકે છે. ચોથી અને પાંચમી મેચ દરેક ખેલાડીઓ માટે અગત્યની સાબિત થશે. રાહુલ ફરી એક વખત ચોથી મેચમાં વાપસી કરતો જોવા મળશે. આવી સ્થિતિમાં રજત પાટીદારને બહાર કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *