બ્રેકિંગ ન્યુઝ, જાડેજા-રાહુલની થઇ એન્ટ્રી, BCCIએ ત્રણેય મેચો માટે સંપૂર્ણપણે બદલાયેલી 16 સભ્યોની કરી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં પાંચ મેચોની મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ બંને મેચો હાલમાં પૂર્ણ થઈ છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટ ખાતે શરૂ થવાની છે. બાકીની ત્રણેય મેચો ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થવાની છે. હાલમાં પ્રેક્ટિસ પણ શરૂ કરવામાં આવી છે. આ બાબતે હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની બાકીની ત્રણેય મેચો માટે 16 ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જાડેજા અને રાહુલ જેવા ખેલાડીઓને ફરી એક વખત સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ ઘણા ખેલાડીઓ બહાર પણ થયા છે. તો ચાલો આપણે જાણીએ કે આ વખતે કોને કોને સ્થાન આપવામાં આવ્યું છે અને કોને બહાર કરવામાં આવ્યા છે.

સૌપ્રથમ બેટિંગ લાઇનની વાત કરીએ તો રોહિત શર્મા, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, રજત પાટીદારને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ ખેલાડીઓ ફરી એક વખત ઘર આંગણે ધમાલ મચાવતા જોવા મળશે. વિકેટકીપિંગની વાત કરીએ તો સરફરાઝ ખાન, કેએસ ભરત અને ધ્રુવ જુરેલને સામેલ કરવામાં આવ્યા છે. ફરી એક વખત ઈશાન કિશનને બહાર કરવામાં આવ્યો છે.

ઓલ રાઉન્ડર ખેલાડીઓની વાત કરીએ તો રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્પીન બોલર તરીકે કુલદીપ યાદવને સામેલ કરવામાં આવ્યા છે. ફાસ્ટ બોલરોની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, મુકેશ કુમાર અને જસપ્રીત બુમરાહને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ ખેલાડીઓ ઘણા મહત્વના રહેશે.

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વિકેટકીપર), રજત પાટીદાર, સરફરાઝ ખાન, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન) અને આકાશ દીપ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *