બ્રેકિંગ ન્યુઝ, હાર્દિક બહાર થયા બાદ આશિષ નેહરાએ તાત્કાલિક આ ઘાતક ખેલાડીને બનાવ્યો ગુજરાતનો નવો કેપ્ટન…

ભારતીય ટીમ હાલમાં 5 મેચોની ટી 20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરી રહી હતી. આ સિરીઝ પૂર્ણ થઇ છે. બીજી તરફ હાલમાં આઇપીએલ 2024ને લઈ તમામ ટીમોએ રિટેન્શન ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દીધા છે. ઘણી બધી ટીમો દ્વારા ઘણા સારા ખેલાડીઓને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. તો ચાલો જોઈએ કોને બહાર કરવામાં આવ્યા છે અને કોને હરાજી પુલમાં નાખવામાં આવ્યા છે.

ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો તેમણે હાર્દિક પંડ્યાને રિલીઝ કરી દીધો છે. તમને જણાવી દઈએ કે આઈપીએલ 2022 પહેલા ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાને 15 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આઇપીએલ 2022માં તેને કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ પ્રથમ સિઝનમાં જ ગુજરાતની ટીમને ચેમ્પિયન બનાવી હતી. જે બાદ આઇપીએલ 2022માં પણ ગુજરાતની ટીમને ફાઇનલ સુધી લઈ ગયો હતો.

હાર્દિક ફ્રેન્ચાઇજીના અમુક નિર્ણયોથી તે નારાજ જોવા મળ્યો હતો. જેથી તેણે આ ફ્રેન્ચાઇજીને અંતે છોડવાનો નિર્ણય કર્યો છે. તે હાલમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે ફરી એક વખત જોડાઈ ચૂક્યો છે. આગામી સીઝનમાં તે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે. આવી સ્થિતિમાં હવે ગુજરાત ટાઇટન્સને એક નવા કેપ્ટનની જરૂર છે. હાલમાં જ આ ખેલાડીને મોટી જવાબદારી મળી છે તો ચાલો જાણીએ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શુભમન ગિલ પણ આઇપીએલ 2022 પહેલા 7 કરોડમાં ગુજરાત સાથે જોડાઈ ગયો હતો. તેણે આઇપીએલ 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આઇપીએલ 2023માં તો તેણે ઓરેન્જ કેપ જીતી હતી. જેના દમ પર ગુજરાતની ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. હવે આગામી સિઝનમાં તે ગુજરાતની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

શુભમન ગિલ હાલમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં તે આગામી સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કરીને કેપ્ટન તરીકે પોતાની છાપ છોડી શકે છે. કેપ્ટન તરીકે તે કેવું પ્રદર્શન કરશે તે જોવાનું રહેશે કારણ કે તેણે અત્યાર સુધી કેપ્ટનશીપ કરી નથી. આવી સ્થિતિમાં તેના માટે આ એક નવો ચેલેન્જ રહેશે. હવે જોવાનું રહેશે કે તે આ ચેલેન્જને કઈ રીતે નિભાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *