બ્રેકિંગ ન્યૂઝ, કારમી હાર બાદ રોહિતે તાત્કાલિક મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટ તરીકે આ ખેલાડીને બોલાવ્યો આફ્રિકા…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે તાજેતરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. સાઉથ આફ્રિકાએ પ્રથમ મેચમાં જ જીત મેળવીને આ સિરીઝમાં 1-0ની લીડ પ્રાપ્ત કરી છે હવે બીજી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. આ મેચ ભારતીય ટીમ માટે મહત્વની રહેશે. આ પહેલા હાલમાં રોહિતે એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી છે.

પ્રથમ ટેસ્ટ મેચમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ બંને લાઈનમાં ઘણી નબળાઈ જોવા મળી હતી. એક તરફ બોલરો વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે હાર મળી હતી. મોહમ્મદ શમીની વાત કરીએ તો તેને આ સિરીઝમાં સ્થાન મળ્યું હતું પરંતુ ઇજાને કારણે રમી શક્યો નથી. તાજેતરમાં જ તેના રિપ્લેસમેન્ટ તરીકે આ ખેલાડીને રોહીત તાત્કાલિક સાઉથ આફ્રિકા બોલાવ્યો છે.

હાલમાં મળેલ અહેવાલ અનુસાર આ ભારતીય સુપર સ્ટાર ખેલાડીને શમીના રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવ્યો છે. તે હાલમાં આફ્રિકા ખાતે જવા રવાના થયો છે. તે ટૂંક સમયમાં જ ટીમ સાથે જોડાશે અને પ્રેક્ટિસ કરતો જોવા મળશે. તે અત્યાર સુધી ઘણા મોટા કમાલ કરી ચૂક્યો છે. જેથી ઘણો મહત્વનો રહેશે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ખેલાડી કોણ છેm

તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટ તરીકે હાલમાં આવેશ ખાનને સામેલ કરવામાં આવ્યો છે. આવેશ ખાન છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટમાં કમાલ કરતો આવ્યો છે. તેના કારણે બોલિંગ લાઈનમાં મજબૂતાઈ જોવા મળે છે. બીજી તરફ વિરોધી ટીમમાં પણ ખળભળાટ મચે છે. આ ટેસ્ટ મેચ પણ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે.

આવેશ ખાન ઉપરાંત બીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજા અને મુકેશ કુમાર જેવા ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવશે. જેથી ભારતીય ટીમ બદલાયેલી જોવા મળશે. આ ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન સામે 3 મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. આ સીરીઝ પણ મહત્વપૂર્ણ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *