ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો! ત્રીજી ટેસ્ટ પહેલા આ ઘાતક ખેલાડી ઇજાને કારણે થયો બહાર…

હાલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં આફ્રિકા સામે જબરદસ્ત પ્રદર્શન કરીને જીત મેળવી હતી. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીએ કેપટાઉનમાં રમાશે. આ મેચ બંને ટીમો માટે નિર્ણાયક સાબિત થઇ શકે છે.

આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં ભારતને સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચ કોઇપણ સંજોગોમાં જીતીને સિરીઝ પર જીત મેળવવા ઇચ્છે છે કેમકે આફ્રિકાની ધરતી પર સિરીઝ જીતવાના મામલે ભારતે ખાતુ પણ ખોલ્યું નથી. બંને ટીમો આ સિરીઝ જીતવા માટે ત્રીજી ટેસ્ટ મેચમાં પૂરેપૂરી તાકાત લગાવશે.

આફ્રિકા સામેની સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમમાંથી ઘણા દિગ્ગજ ખેલાડીઓ ઇજાને કારણે બહાર થયા હતા, પરંતુ ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમને અન્ય એક મોટો ઝટકો લાગ્યો છે. સારા ફોર્મમાં ચાલી રહેલો આ ઘાતક ખેલાડી ત્રીજી ટેસ્ટ મેચમાંથી ટીમની બહાર થઇ શકે છે.

ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજનું ઇજાના કારણે 11 જાન્યુઆરીથી શરૂ થતી ત્રીજી મેચમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. બીજી ટેસ્ટ મેચ દરમિયાન સિરાજને ઇજાને કારણે બહાર થવું પડ્યું હતું. તે પોતાની ઓવરનો છેલ્લો બોલ પણ ફેંકી શક્યો ન હતો. ત્રીજી ટેસ્ટ મેચ માટે આ ખેલાડી મહત્વનો સાબિત થઇ શકે તેમ હતો. પરંતુ અચાનક ઇજાને કારણે બહાર થઇ શકે છે.

જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની જોડી ઘણી અદભૂત છે. આ ત્રણેય બોલેરોએ ભારતીય ટીમને ઘણી મેચો જિતાડી છે. સિરાજ બહાર થશે તો ઘણી સમસ્યાઓ સર્જાઇ શકે છે. છેલ્લી ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે સિરાજ સંપૂર્ણ રીતે ફીટ નથી અને ફિટનેસનું સંપુર્ણ મૂલ્યાંકન પછી જ તે રમશે કે નહીં તે નક્કી થશે.

રાહુલ દ્રવિડે કહ્યું હતું કે સિરાજે અત્યાર સુધીમાં સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ ફિટ ન હોવાને કારણે તેના સ્થાને ઉમેશ યાદવને તક આપવામાં આવી શકે છે. ભારતીય ટીમ આ મેચ જીતીને સમગ્ર સિરીઝ પર જીત મેળવવા પ્રયત્ન કરશે. ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝનો પ્રારંભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *