ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો! કોહલી બાદ આ ખેલાડી પણ થયો બહાર…

હાલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે સેન્ચુરીયન ખાતે પ્રથમ ટેસ્ટ મેચમાં ઐતિહાસિક જીત મેળવી છે. ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ જીતીને આ સિરીઝ પર વિજય મેળવવા ઇચ્છે છે. ભારતીય ટીમે આજ સુધી આફ્રિકા તરફથી પર એક પણ ટેસ્ટ સિરીઝ જીતી નથી. આ સિરીઝ જીતીને ભારતીય ટીમ ઇતિહાસ રચી શકે છે.

સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ ભારતના કેપ્ટન વિરાટ કોહલી બહાર થયા છે. આવી સ્થિતિમાં બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકેની જવાબદારી કેએલ રાહુલને સોંપવામાં આવી છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે વિરાટ કોહલીના સ્થાને હનુમાન વિહારીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ બોર્ડના નિવેદન અનુસાર બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે તેના પીઠના ઉપરના ભાગમાં દુખાવાને કારણે આ મેચમાં રમી શકે તેમ નથી. વિરાટ કોહલી ઉપરાંત પણ એક ઘાતક ખેલાડી ટીમમાંથી બહાર થયો છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમને બીજો મોટો ઝટકો લાગ્યો છે.

ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર પણ બહાર થયો છે. શ્રેયસ ઐયર પેટની સમસ્યાને કારણે બીજી ટેસ્ટ મેચ માટે પસંદગીની રેસમાંથી બહાર થઇ ગયો છે. શ્રેયસ ઐયરે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં સદી અને અડધી સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીને આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો છે.

વિરાટ કોહલી અંગે બીસીસીઆઇ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ સુપર સ્ટાર બેટ્સમેન આજે સવારે કમરનો ઉપરનો ભાગ અકડાઇ જવાથી પરેશાન હતો. આવી સ્થિતિમાં વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. તેના સ્થાને રાહુલ ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરશે કારણ કે રોહિત શર્મા પણ હાલમાં બહાર છે.

સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમને બે મોટા ઝટકા લાગ્યા છે. પહેલેથી જ રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ ખેલાડીઓ ઇજાને કારણે બહાર થયા છે. આ ઉપરાંત હાલમાં આ બંને ખેલાડીઓ બહાર થયા હોવાને કારણે ટીમમાં નબળાઇ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *