મોટી ખબર, શિખર ધવન નહીં પરંતુ આ ખેલાડીને શુભમન ગિલના રિપ્લેસમેન્ટ તરીકે પ્રથમ બંને મેચમાં મળશે સ્થાન…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતી કાલે બપોરે ચેન્નાઇ ખાતે જબરદસ્ત મેચ રમાવાની છે. વર્લ્ડકપની આ પ્રથમ મેચ બંને ટીમો માટે મહત્વની રહેશે. બંને ટીમોના તમામ ખેલાડીઓ છેલ્લા બે દિવસથી સતત પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. પ્રેક્ટિસમાં પણ ઘણા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા છે. પ્રથમ મેચ પહેલા ભારતીય ટીમને ઘણા મોટા ઝટકાઓ પણ લાગ્યા છે.

અત્યાર સુધી ખેલાડીઓની ઈજાને કારણે ઘણું નુકસાન થઈ ચૂક્યું છે. ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગિલની વાત કરીએ તો તે હાલમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો છે. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મેડિકલ ટીમ હાલમાં તેના પર સતત નજર રાખી રહી છે. હજુ તે સ્વસ્થ થયો નથી. જેથી પ્રથમ બંને મેચો માટે આ ખેલાડીને તેના રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવી શકે છે.

શિખર ધવન ગિલના રિપ્લેસમેન્ટ તરીકેનો યોગ્ય ઓપ્શન છે પરંતુ મેનેજમેન્ટ ટીમ શિખર ધવનને નહીં પરંતુ આ ખેલાડીને પસંદ કરી રહી છે. તેને તાત્કાલિક ટીમમાં સામેલ કરવામાં આવશે. તે બેકઅપ તરીકે જોવા મળશે પરંતુ કોઈ પણ સમયે તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જેથી તેને બોલાવવાનો વિચાર કરી રહી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ગિલના રિપ્લેસમેન્ટ તરીકે પ્રથમ બંને મેચો માટે ઋતુરાજ ગાયકવાડને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ઋતુરાજ હાલમાં એશિયન ગેમ્સમાં ધમાલ મચાવી રહ્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પણ તેણે સારું પ્રદર્શન કર્યું હતું. તેને અત્યારથી જ ભવિષ્યનો કાયમી ઓપનર તરીકે જોવામાં આવી રહ્યો છે. જેથી હાલમાં તેને સામેલ કરવામાં આવી શકે છે.

ઋતુરાજ ગાયકવાડ મહેન્દ્રસિંહ ધોનીનો ખાસ ખેલાડી માનવામાં આવે છે. અત્યાર સુધી તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા મોટા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ તે શાનદાર શરૂઆત થવી રહ્યો છે. જેથી મુશ્કેલીના સમયમાં તેને સ્થાન આપવામાં આવી શકે છે. ભારતીય ટીમ પાસે બેકઅપ હોવાના કારણે મુશ્કેલીઓમાં પણ ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *