રોહિત શર્માને લઇ આવ્યા મોટા સમાચાર, જાણો ફિટનેસ ટેસ્ટમાં પાસ થયો કે ફેલ?

સાઉથ પ્રવાસ પહેલા રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઇજાના કારણે સમગ્ર પ્રવાસ માંથી બહાર થઇ ગયો હતો. જે બાદ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રાહુલ આ જવાબદારીને નિભાવવામાં અસફળ સાબિત થયો હતો અને ભારતીય ટીમને ત્રણેય વન-ડે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

તમને જણાવી દઇએ કે વિરાટ કોહલીએ મર્યાદિત ઓવરની ક્રિકેટમાંથી કેપ્ટનશિપ છોડ્યા બાદ રોહિત શર્માને મર્યાદિત ઓવરની ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ તેની ફિટનેસને કારણે તે આફ્રિકા પ્રવાસ પર જઇ શક્યો ન હતો. જેના કારણે ભારતીય ટીમને ઘણું બધું સહન કરવું પડ્યું હતું.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ અને ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાવવાની છે. જેની શરૂઆત 6 ફેબ્રુઆરીથી થવા જઇ રહી છે. જેને લઇને ટૂંક સમયમાં બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ માટે ઘણા બધા યુવા ખેલાડીઓની પસંદગી થઇ શકે છે અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવશે.

ભારતીય ટીમનો સ્ટાર ઓપનર અને કેપ્ટન મર્યાદિત ઓવરની ક્રિકેટમાં વાપસી કરવા માટે તૈયાર છે. તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે અને તે વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 સિરીઝમાં પસંદગી માટે હાજર છે. રોહિત શર્માની વાપસી થતાની સાથે જ ભારતીય ટીમમાં પણ ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે.

તમને જણાવી દઇએ કે રોહિત શર્મા આફ્રિકા પ્રવાસ પહેલા મુંબઇ ટ્રેનિંગ કેમ્પ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. રોહિત શર્માને હેમસ્ટ્રિંગની ઇજા થઇ હતી. તે બુધવારે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં પસંદગી સમિતિને મળવા જઇ રહ્યો છે. ઇજાગ્રસ્ત થયા બાદ તે પ્રથમ વખત NCAમાં પુનર્વસન પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો હતો.

ઇજાના કારણે રોહિત શર્મા આફ્રિકા પ્રવાસમાંથી બહાર રહ્યો હતો. તેના સ્થાને કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રોહિતની વાપસી થતાં ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળશે. ઘણા બધા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળી શકે છે અને અનુભવી ખેલાડીઓની વાપસી પણ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *