મેગા ઓક્શનમાં થઇ મોટી ભૂલ? મુંબઇએ બોલી લગાવી હતી પરંતુ દિલ્હીને મળ્યો ખેલાડી…

આઇપીએલ 2022 પહેલા બેંગલોર ખાતે ભવ્ય મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમ તૈયાર કરી લીધી છે. ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ એમ બંને નવી ટીમો મળીને કુલ 10 ટીમોએ આ મેગા ઓક્શનમાં ભાગ લીધો હતો. મેગા ઓક્શનમાં ઘણા બધા યુવા ખેલાડીઓ પર કરોડો રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી.

મેગા ઓક્શનમાં યુવા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો હતો. ઇશાન કિશન, દિપક ચહર, લિયામ લિવિંગસ્ટોન જેવા ખેલાડીઓ પર દરેક ફ્રેન્ચાઇઝીઓએ મન મૂકીને પૈસાનો વરસાદ કર્યો હતો. તે જ સમયે સુરેશ રૈના, સ્ટીવ સ્મિથ અને ઇશાંત શર્મા જેવા અનુભવી ખેલાડીઓને કોઇપણ ખરીદદાર મળ્યો ન હતો.

મેગા ઓક્શનમાં દરમિયાન ઓક્શનર ચારુ શર્મા પણ ઘણી હેડલાઇન્સમાં રહ્યા હતા. ચાલુ શર્મા સૌથી પહેલા ભારતીય ઓક્શનર બન્યા હતા. ચાલુ શર્માએ હરાજી કરનાર હ્યુજ એડમિડ્સની જગ્યાએ હરાજીની પ્રક્રિયા સંભાળી હતી. જેની તબિયત મેગા ઓક્શનના પહેલા દિવસે બગડી હતી. ચારુ શર્માએ એડમિડ્સની કમી થવા દીધી ન હતી. પરંતુ બીજા દિવસે હરાજી દરમિયાન એક મોટી ભૂલ સામે આવી હતી.

આ ઘટના ત્યારે બની જ્યારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે ફાસ્ટ બોલર ખલીલ અહેમદને ખરીદવા માટે બોલી લાગી રહી હતી. તમને જણાવી દઇએ કે ખલીલ અહમદને દિલ્હી કેપિટલ્સ દ્વારા 5.25 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. જોકે આઇપીએલ મેગા ઓક્શન પછી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે ખલીલને દિલ્હી કેપિટલ્સને બદલે મુંબઇ ઇન્ડિયન્સને તેજ કિંમતે વેચી દેવો જોઇએ.

જે વિડીયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટપણે દેખાઇ રહયું છે કે દિલ્હી કેપિટલ્સના માલિક કિરણ કુમાર ગાંધીએ 5 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી અને પછી મુંબઇ ઇન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ 5.25 કરોડની બોલી લગાવી હતી. આ જ ક્ષણે મૂંઝવણ ઉભી થઇ અને ગડબડ થઇ હતી. દિલ્હી કેપિટલ્સના માલિકે 5.5 કરોડની બીડ કરવા માટે પેડલ ઊંચો કર્યો પરંતુ બીડમાંથી પીછેહઠ કરી અને તરત જ તેને નીચે મૂકી દીધી.

દિલ્હી કેપિટલ્સ દ્વારા 5.5 કરોડની બીડ પાછી ખેંચવાની વાત ઓક્શનર ચારુ શર્માના મગજમાં ન હતી અને તેઓ ભૂલી ગયા કે મુંબઇ ઇન્ડિયન્સે પાંચ 5.25 કરોડની વિનિંગ બીડ કરી હતી. પરંતુ તેણે દિલ્હી કેપિટલ્સને સૌથી વધુ બોલી લગાવનાર તરીકે નામ આપ્યું અને પૂછ્યું કે શું મુંબઇ ઇન્ડિયન્સ 5.5 કરોડની બીડ લગાવવા માંગે છે. પરંતુ મુંબઇ ઇન્ડિયન્સે ના કહ્યું અને ચારુ શર્માએ ખલીલ અહેમદને દિલ્હી કેપિટલ્સને 5.25 કરોડમાં વેચી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *