રોહિતે આપ્યા મોટા સંકેત, બીજી ટેસ્ટ મેચમાં વિસ્ફોટક ખેલાડી લેશે રવિન્દ્ર જાડેજાનું સ્થાન…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે 28 રને હારનો સામનો કર્યા બાદ હવે ભારતીય ટીમમાં મોટા બદલાવો જોવા મળી શકે છે. કારણ કે પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયા હોવાના કારણે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મોટા બદલાવો સાથે બીજી ટેસ્ટ મેચમાં જોવા મળશે.

તમને જણાવી દઈએ કે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓનો પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો તે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે પ્રથમ ઈનિંગમાં 87 રન અને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઇનિંગમાં બે વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં તેનું ઈજાગ્રસ્ત થવું ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર ગણી શકાય.

રવિન્દ્ર જાડેજા એક વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડર ખેલાડી છે. તે હાલમાં ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર વન પર ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં તેનું બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થવું એ મોટો ઝટકો ગણી શકાય છે. રવિન્દ્ર જાડેજાના બહાર થયા બાદ ભારતીય ટીમમાં એક યુવા ખેલાડીને સામેલ કરવામાં આવ્યો છે. જે જબરદસ્ત પ્રદર્શન કરીને ભારતને બીજી ટેસ્ટ મેચ જીતાડી શકે છે.

ભારતીય ટીમમાં હાલમાં જ સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. વોશિંગ્ટન સુંદરની વાત કરીએ તો તે પણ રવિન્દ્ર જાડેજાની જેમ બોલીંગ અને બેટિંગ બંનેમાં મહેર છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપી શકે છે. રોહિતે તેને ટીમમાં સામેલ કરીને સંકેત તો આપી દીધા છે કે તે રવિન્દ્ર જાડેજાના સ્થાને રમશે.

વોશિંગ્ટન સુંદર આ પહેલા પણ ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. જ્યારે 2021માં ઓસ્ટ્રેલિયા ટૂર પર ભારતીય ટીમે વિજય મેળવ્યો હતો ત્યારે પણ વોશિંગ્ટન સુંદરે એક મહત્વનો રોલ નિભાવ્યો હતો. જેના કારણે હાલમાં તેને ઝડપથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને બીજી ટેસ્ટ મેચમાં તેને તક મળશે તે નિશ્ચિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *